________________
ધ્યાનશત
जह वा घणसंघाया खगेण पवणाहया विलिज्जति । झाणपवणावहूया तह कम्मघणा विलिजति ॥ १०२ ॥
અર્થ અથવા જેવી રીતે પવનથી ધકેલાયા વાદળના સમૂહ ક્ષણવારમાં વિનષ્ટ થઈ જાય છે એ રીતે ધ્યાનરૂપી પવનથી હડસેલાયેલા કર્મવાદળે નાશ પામી જાય છે. કમને ઈંધણની ઉપમા એટલા માટે કે જેમ ઇંધણ સળગી ઊઠતા એને સ્પર્શમાં રહેલાને દુઃખ અને તાપ આપે છે, એમ કર્મો ઉદયથી પ્રજવલિત થતાં શારીરિક દુઃખ અને માનસિકતાપ–સંતાપનું કારણ બને છે, તેથી એ ઈંધન જેવા છે. એ અસંખ્ય ભવન ભેગા થઈ અનંત વણારૂપ અનંત સ્કરૂપ બન્યા હોય, છતાં જયાં ધ્યાનરૂપી અગ્નિ ભભૂકી ઊઠે છે કે તરત ક્ષણવારમાં એ કર્મથેને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે.
શું ધ્યાનમાં આટલી બધી તાકાત? હા, કારણ એ છે કે આ ધ્યાન રાગદ્વેષના બહુ નિગ્રહ સાથે મનની ભારે સ્થિરતાવાળું હોય છે, તેથી સહજ છે કે જો રાગદ્વેષ અને મનની અશુભ ચંચળતા પર રકમબંધ કર્મ બંધાય, તે પછી એનાથી વિરુદ્ધ સ્થિતિમાં સ્કમબંધ કર્મને ક્ષય થાય, થ જ જોઈએ.
(૭) હવે પવનથી વિપરાતા વાદળનું ૭ મું દૃષ્ટાન્ત કહે છે - વિવેચનઃ-ધ્યાનપવનથી કર્મવાદળ નષ્ટ –
અથવા ધ્યાન અગ્નિની જેમ પવનનું કામ કરે છે. આકાશમાં વાદળને સમૂહ છવાઈ ગયેલું હોય, પરંતુ જે પવનને વટેળ શરૂ થઈ જાય તે એ વાદળાને વિખેરી નાખે છે, નષ્ટ કરી દે છે,