________________
૧૩૦
વ્યાનાતર
कालोवि सोच्चिय जहिजोगसमाहाणमुत्तमं लहा। न उ दिवस-निसावेलाइनियमणं झाइणो भणियं ॥३८॥
અર્થ –ધ્યાન કરનારને કાળ પણ એવો જોઇએ કે જેમાં ગિસ્વસ્થતા ઉત્તમ મળતી હેય, કિંતુ દિવસ જ યા રાત્રિ જ
ગ્ય વેળા, એવો નિયમ નથી, એમ (તીર્થંકર-ગણદેવોએ કહ્યું છે. ) પરિગ્રહાદિ પાપ તરફ કેવું જોઈએ. આ “દેશની વાત; એવી હવે ધ્યાનયોગ્ય “કાળ”ની વસ્તુ કહે છે –
યાન માટે કાળી વિવેચન – કાળ એટલે કલન, જેમાં ગણતરી થાય, અથવા કાળ એટલે કળાસમૂહ, અઢી દ્વીપ સમુદ્રમાં ચંદ્ર-સૂર્યની ગતિ– ક્રિયાથી સૂચિત દિવસ આદિ. “કાલે વિ”માં “વિ” પદ તુલ્યતા બતાવવા માટે છે. ધ્યાન કરનારને ધ્યાન માટે જેમ દેશ જોઈએ એટલું જ, પરંતુ નામથી અમુક જ દેશ સ્થાન, એવો નિયમ નહિ; એ રીતે કાળમાં પણું અમુક જ સમય એવો નિયમ નહિ; કિન્તુ એટલું જ કે કાળ પણ ગ્ય જોઈએ, એ કહેવું છે.
એ કાળ કે? તે કહે છે કે જ્યાં ભેગનું ઉત્તમ સમાધાન મળે; ગની ઉત્તમ સ્વસ્થતા મળે. જે કાળે મન-વચનકાયાને વ્યાપાર સ્વસ્થ હોય તે કાળે ધ્યાન થઈ શકે. એ કાળ દિવસે ય હોય, રાત્રે પણ હય, કઈ મુહૂર્ત (૨ ઘડી) આદિ, યા દિવસને પૂર્વ ભાગ કે પાછલો ભાગ પણ હોઈ શકે. અમુક દિવસ જ યા રાત્રિ જ, કે પૂર્વાહન જ એ નિયમ નથી. એમ તીર્થંકરદેવે અને ગણધરદેએ કહ્યું છે. આ “કાળ” દ્વાર વિચાર્યું.