________________
૨૪૨
ધ્યાનશતક
સઘળું ય અનિત્ય છે, નાશવંત છે. જે એના પર છવ રાગ મમતા-આસક્તિ કરવા જાય, તે એ બધાના ચાલી જવા પર દુઃખ કેટલું થવાનું? અવિનાશી આત્માએ આ નાશવંત જમાત પર નેહ શા કરવા?
(૨) અશરણ ભાવનામાં ચિંતવવું કે જ્યાં જન્મ–જરામૃત્યુના ભય ઝઝુમે છે, જ્યાં અનેકાનેક પ્રકારની વ્યાધિઓની વેદનાથી પકડાવાનું છે, એવા સંસારમાં જીવને શરણ કઈ વસ્તુનું? કેણ રક્ષણ આપે? જીવનમાં કયારેક ને તે ય અજાણમાં બંધાતા આયુષ્ય વખતે જે મનના ભાવ અશુભ રહ્યા તે દુર્ગતિનું આયુષ્ય બંધાઈ જવાથી ત્યાં જ જન્મ લેવું પડે. એમાંથી હવે સારી પત્ની-પુત્ર-સંપત્તિ વગેરેમાંનું કેણ શરણ આપી બચાવી શકે? એક માત્ર જિનેશ્વર ભગવંતનાં વચન વિના જીવને કેઈનું શરણુ નથી.
પ્રવે–તે શું જિનેશ્વરનું શરણ અહીંના વ્યાધિ-જરા-મૃત્યુ અટકાવી દે છે? - ઉ–ના, પણ આ શરણ એટલા માટે છે કે (૧) એ બધી આપદાઓમાં ચિત્તને એ સમાધિ-સ્વસ્થતા આપે છે. કેમકે એ સ્વ-પરને ભેદ કરાવે છે, એથી એ વ્યાધિ આદિ આપદાઓ દુઃખરૂપ નથી લાગતી. (૨) વળી “જેટલી આપદા એટલી કમની સાફસુફી” એને આનંદ રહે છે. (૩) તેમજ ભવિષ્યમાં જન્મજરા મૃત્યુ આદિ પીડાને કાયમી અંત સજે છે. | (૩) એકત્વભાવનામાં ચિતવવું કે –આ સંસારના ચક્રવામાં જીવને એકલાં જ જન્મવું પડે છે, એકલા જ મરવું પડે