________________
૧૫૮
ધર્મધ્યાન
વાળા જ એને ને એની ભવ્યતા-મહાનતા-અનંત કલ્યાણકરતાને સમજી શકે ! કુમતિવાળા તે કાં તે વિષયલુખ્ય હેય, અથવા વિરક્ત હોવા છતાં દુરાગ્રહથી અસર્વજ્ઞનાં વચનને અંતિમ સત્ય, એકાંત સત્ય માની લેનારા હેય. એવાને વિરાગ્ય-નીતરતા અને સર્વજ્ઞકથિત અનેકાંતાદિમય વચન શે સમજાય?
(૧૩) “નય-સંગ–પ્રમાણુ-ગમગહન અહે જિન વચન નય–ભંગ–પ્રમાણ અને ગમથી કેવું ગહન !કેવું ગંભીર ! ” & "ને પૂર્વે બતાવ્યા તે નિગમાદિ, એ માત્ર જિનવચનની જ એક વિશેષતા છે. હવે 6 ભંગ” એટલે ભાંગા, ચતુર્ભગી, સપ્તભંગી વગેરે. ભંગ-ભાગ-ભંગી એટલે પ્રકાર. દા. ત. ચતુર્ભાગી એટલે ચાર પ્રકારનું જૂથ. સામાન્ય રીતે કમભેદથી યા સ્થાનભેદથી ભંગરચના થાય, અર્થાત્ ક્રમ બદલવાથી કે સ્થાન બદલવાથી જે પ્રકારે પડે તે ક્રમભંગ કે સ્થાનભંગ. 8 ક્રમભંગ'માં દા. ત. કમસર બે વસ્તુ લેવાની હોય તે ચાર ભાંગે લેવાય. એમાં (૧) એક જીવ અને એક અજીવ, યા (૨) એક જીવ ને બીજે પણ જીવ, કે (૩) એક અજીવ અને બીજે જીવ અથવા (૪) એક અજીવ અને બીજે પણ અજીવ, એમ ચાર ભાંગે એ ચતુર્ભાગી થઈ...બેથી આવી અનેક ચતુર્ભગીઓ બને.
સ્થાનભગમાં, દા. ત. (૧) કેઈ પ્રિયધર્મા હાય પણ દઢધર્મા ન હય, (૨) કેઈપ્રિયધર્મો હેય ને દઢધર્મા પણ હોય, (૩) કેઈ પ્રિયધર્મા ન હોય અને દઢધર્મા ય ન હોય, ત્યારે (૪) કોઈ પ્રિયધર્મા ન હોય પણ દઢધર્મા હોય. આવી બેમાં ચતુર્ભગી થાય. ત્રણના સ્થાનભંગ કરવાના હોય તે આઠ ભાંગા થાય. દા. ત.