________________
ધ્યાનશતક
___ एवं चउविहं राग-दोस-मोहंकियस्स जीवस्स ।
अट्टज्झाण संसारवद्धण तिरियगइमूलं ॥१०॥
આ પ્રમાણે ચાર પ્રકારનું આધ્યાન રાગ-દ્વેષ-હથી કલુષિત જીવને થાય છે. એ સંસારવર્ધક છે અને નિયંચગતિનું કારણ છે.
એવું તત્ત્વ જ શું છે કે જેથી એના સુખની કામના થાય? કહ્યું છે –
अज्ञानान्धाश्चटुलवनितापाङ्गविक्षेपितास्ते कामे सक्तिं दधति विभवाभोगतुंगाजने वा। विद्वच्चित्तं भवति च महत् मोक्षकांक्षकतानं,
नाल्पस्कन्धे विटपिनि कषत्यसभित्ति गजेन्द्रः ।। અર્થાત્ સ્ત્રીઓના ચપળ કટાક્ષથી આકર્ષાઈ જનારા જે જીવો કામમાં આસક્ત થાય છે એ અજ્ઞાનથી અંધ છે, અથવા મોટા વૈભવના વિસ્તાર કમાવવામાં આસક્ત પણ અજ્ઞાનાંધ છે. ત્યારે જ્ઞાનીનું વિશાળ ચિત્ત (એવા તુચ્છ અર્થ-કામમાં ન ચૅટતાં) માત્ર એકમેક્ષની જ ઈચ્છામાં રક્ત રહે છે. દેખે, શ્રેષ્ઠ હાથી વલુર ચળવા બહુ નાના વૃક્ષ સાથે પોતાના ખભાની કેર ઘસતા નથી. તે પછી જ્ઞાની તુચ્છ વિષયમાં કેમ જ પિતાનું મન ઘાલે ? એમને તે નિરપેક્ષ નિરાબાધ સ્વાધીન અનંત સુખમય મોક્ષની જ એક લગની હોય. આ આર્તધ્યાનના ચોથા પ્રકારની વાત થઈ. ધ્યાનના સ્વામી અને ફળઃ
હવે આ ધ્યાનના સ્વામી કેણુ અને ફળ શું, એ