________________
૧૨૦
ધ્યાનશતક
અભિમાન વગેરે ફુરી આવે. તે એ પણ ધ્યાન માટે વિનભૂત થાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ સુંદર ધ્યાન કરનારા છતાં દંતનું વચન સાંભળી ગુસ્સો લાવ્યા તે ધમધ્યાન તૂટ્યું ને રૌદ્રધ્યાન પર ચડી ઠેઠ સાતમી નરક સુધીનાં કર્મ બાંધવા માંડયા. ચંડરુદ્રાચાર્યને સ્વભાવ-દેશે કે ખુરી આવતે. માટે પહેલેથી જ આ કષાયચોરેને ઓળખી રાખી એને નિગ્રહ કેળવ, એને ત્યાગ કરતા રહેવું. "
- ક્રોધાદિથી વૈરાગ્યભાવિતતા કેમ નહિ? જો કે પ્રસ્તુત ગાથામાં “કોધાદિરાહિત્યનું સ્પષ્ટ પદ નથી, પરંતુ “નિરાસ ય” માંનાં “ય” યાને “ચ” પદથી તથાવિધ ક્રોધાદિરાહિત્ય લેવાનું ટીકાકાર મહર્ષિ લખે છે. “તથા વિધ” એટલે તેવા પ્રકારના અપ્રશસ્ત ક્રોધ–લેભ, માન-માયા-ઈર્ષ્યા, હર્ષ–ખેદ, વગેરે કષાયને અટકાવવા જોઈએ. કેમકે એ સ્થિર વૈરાગ્યભાવિતતા ન આવવા દે. કારણુ એ, કે એ ક્રોધાદિ કોઈ દુન્યવી ચીજને મહત્વ આપવાથી ઊઠે છે, ને એને મહત્તવ અપાય તે એના પ્રત્યે વૈરાગ્યભાવિતતા કયાંથી દેઢ રહે ?
તેથી ક્રોધાદિ દાબવા આ વિચારવું કે, “(1) દુન્યવી વસ્તુ તે નાશવંત છે, એક દિ' જનારી છે, અને આ કોલેભાદિ કર્યા તે એના સંસ્કાર માથે પડી જશે. શા સારુ નાશવંતને મહત્ત્વ આપી કાયમી કુસંસ્કાર વહોરું? વળી (ii) આ ક્રોધાદિ તે આત્માના વિકાર છે. જે ધર્મસાધનાથી મારે આત્માને શુદ્ધ જ કરે છે, તે શા સારુ વિકારને પિષવા?