________________
૫૦
ધ્યાનશતક છે. શાસ્ત્ર એને કર્માન્તર્ગત દ્રવ્ય સ્વરૂપ, યા મન-વચન કાયગાન્તર્ગત દ્રવ્યસ્વરૂપ, યા સ્વતંત્ર પુદ્ગલસ્વરૂપ કહે છે. જીવ એને ગ્રહણ કરે છે, એટલે એ કૃષ્ણાદિ દ્રવ્યના સહગથી આત્મામાં તેવા પ્રકારને એક પરિણામ ઊભું થાય છે, એ ભાવલેશ્યા છે. કહ્યું છે –
कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः। स्फटिकस्येव तत्राय लेश्याशब्द : प्रयुज्यते ॥
અર્થાત્ કૃણ વગેરે દ્રવ્યોના સહયોગથી સ્ફટિકની જેમ આત્માને જે પરિણામ થાય તેમાં લક્ષ્યા શબ્દને પ્રયોગ થાય છે. સ્ફટિક ઉજજવળ હોય છે, પરંતુ એની પાછળ કાળ, લીલે વગેરે જેવા વર્ણને કાગળ કપડું ધરાય, તેવા રંગે રંગાયેલે સ્ફટિક દેખાય છે. એમ અહીં કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી આત્મા તેવા પરિણામવાળે યાને તીવ્રમંદ શુભાશુભ અધ્યવસાયવાળે બને છે. આ પરિણામને “લેશ્યા” કહેવાય છે. શ્રેણિક રાજા અંતકાળે આરાધનામગ્ન હોવાથી શુભ અધ્યવસાયવાળા હતા, પરંતુ છેવટે કૃષ્ણલેશ્યામાં ચડયા. અલબત્, એ ક્ષાયિક સમકિતી હતા તેથી એમને અતિ ઉગ્ર અનંતાનુબંધી કષાય નહતા, છતાં એની નીચેના અપ્રત્યાખ્યાન કષાયને કૃષ્ણલેશ્યાનું બળ મળ્યું, તેથી એમના દિલના અધ્યવસાય ભયંકર બગડ્યા અને મરીને નરકમાં ગયા.
લેશ્યા બે જાતની,-શુભ અને અશુભ. એમાં અશુભ ૩ પ્રકારે (૧) કૃષ્ણ, નીલ અને કાપત. ત્યારે શુભ ૩ પ્રકારે, તેલેશ્યા, પદ્મશ્યા ને શુકલલેસ્યા. આમાં આર્તધ્યાન રૌદ્રધ્યાન સેવનારને અશુભ લેહ્યા હોય છે. પરંતુ રૌદ્રધ્યાનીને એ કૃષ્ણાદિ લેશ્યા અતિશય સંકલેશવાળી યાને દૂર ભાવવાળી હોય છે, ત્યારે