________________
ધ્યાનશતક
બાલશે. આ બંનેની આગળ-પાછળ આધ્યાન રકમબંધ ચાલે એમાં નવાઈ નથી. - હવે “આર્તધ્યાનના સ્વામી કોણ?એને વિચાર બતાવતાં કહે છે, વિવેચનઃ આર્તધ્યાન કેને કેને? –
આર્તધ્યાન અવિરતિધર મિથ્યાદષ્ટિ આત્માને હાય સમ્યદષ્ટિ આત્માને હાય, દેશવિરતિધર શ્રાવકને ય હોય, તેમજ સર્વવિરતિધર પ્રમત્તમુનિને પણ હોય.
અવિરતિ એટલે પ્રતિજ્ઞા પૂર્વક હિંસાદિ પાપથી વિરામ નહિ, પાપને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ નહિ. પ્રતિજ્ઞા ન હોય અને હિંસાદિ કરતો ન હોય, એ તો માત્ર પાપની અ–પ્રવૃત્તિ છે, પણ વિરતિ નથી, પાપવિરામ નથી; કેમકે દિલમાં પાપની અપેક્ષા બેઠી છે કે “અવસર આવ્યે મારે પાપ કરવાની છૂટ માટે તે ત્યાગની પ્રતિજ્ઞા નથી કરતો. આવી અપેક્ષા એ અવિરતિ. એ ઊભી હોય ત્યાં ભલે પાપનું આચરણ ન હોય એવા પણ કાળે ઈષ્ટસંગ અનિષ્ટવિયોગ વગેરેનાં આર્તધ્યાન થયાં કરે એ સ્વાભાવિક છે. આવા અવિરતિવાળા આત્મા મિથ્યાદષ્ટિ ય હાય અને સમ્યગ્દષ્ટિ પણ હોઈ શકે. બધા જ મિથ્યાદષ્ટિ
છ અવિરતિમાં જ બેઠેલા છે. કેમકે વિરતિ એ સમ્યકત્વ પછીની -ભૂમિકા છે. પહેલી જિક્ત સર્વ તત્વની શ્રદ્ધા જોઈએ; પછી જ સાચો વિરતિભાવ આવી શકે. માટે તે અભવી જેવા જ જૈન ચારિત્રદીક્ષા લેવા છતાં પણ અવિરતિમાં જ છે, પહેલે મિથ્યાત્વગુણસ્થાનકે છે.