________________
૩૧૦
ધ્યાનશાની તપરૂપ ન બને; (૨) વળી શુભધ્યાનથી વિશિષ્ટ કર્મનિર્જરી થાય છે, માટે તપનું પ્રધાન અંગ ધ્યાન છે. આમ મોક્ષસાધનભૂત સંવર–નિજેરાનું સાધન ધ્યાનપ્રધાન તપ હોઈ ધ્યાન મેક્ષનું કારણ બને છે.
(૧-૨-૩) આ જ વસ્તુ સહેલાઈથી સમજાય એ માટે દિષ્ટાન્ત દ્વારા પ્રતિપાદન કરે છે.
વિવેચન –ધ્યાનથી કર્મનાશનાં ૩ દષ્ટાંત -
કર્મસંગથી સંસાર, અને કર્મવિયેગથી મોક્ષ; ત્યાં કર્મ. વિગ કરતા આવવામાં ધ્યાન કેટલું અદ્ભુત કામ કરે છે, એ દર્શાવનારાં ૩ દષ્ટાંતે છે–પાણુ, અગ્નિ અને સૂર્ય. તેનું સ્વરૂપ અને તેની ઘટના આ રીતે –
(૧) જેવી રીતે પાણી એ કપડાનાં મેલનું શોધન કરતું આવે છે, તેવી રીતે ધ્યાનરૂપી પાણી એ જીવરૂપી વસ્ત્રના કર્મમેલને સાફ કરતું આવે છે. અલબત્ વસ્ત્રમેલ ધેવા પાણીની સાથે ખાર વગેરે જોઈએ, કિન્તુ પાણી વિના એ બધા નકામા પાણી હોય તો જ ખાર વગેરેથી મેલું વસ્ત્ર સાફ થાય, તેમજ કેટલાક તરતના મેલ-ડાઘા તે એકલા પાણીથી સાફ થાય; તેથી અહીં મુખ્ય એવા પાણીને દૃષ્ટાન્ત તરીકે લીધું.
(૨) એમ, જેવી રીતે ખાણમાંથી નીકળેલ લેખંડમાંના કલંક યાને મિશ્રિત ભેળસેળ એ અગ્નિએ તપાવવાથી દૂર થાય છે, એવી રીતે જીવરૂપી લેખંડમાંનાં કર્મકલંક ધ્યાનરૂપી અગ્નિએ તપીને દૂર થઈ જાય છે.
પણ એ
પાર આવે છે