________________
૧૧૪
માનશતક
આમ જગતને સ્વભાવ એાળખાઈ જાય તે એના પર વૈરાગ્ય ઝળહળી ઊઠે.
(૨) નિશ્ચંગતા - જગતના સ્વભાવને જાણવા છતાં સંભવ છે કે કઈ કર્મના ઉદયની પરવશતાએ ક્યાંક વિષયજન્ય સ્નેહ-આસક્તિ લાગી જાય, ત્યારે એને જે ન દબાવાય, તે આગળ પર ધર્મધ્યાન લાગે નહિ, અગર લાગ્યું હોય તે આ આસક્તિ જાગવાથી ધ્યાન અટકી જાય. માટે જગ-સ્વભાવને સારી રીતે જાણવા ઉપરાંત પણ જગતની પ્રત્યે નિસંગભાવ ઊભો કરવું જોઈએ, નિસંગભાવ કેળવવું જોઈએ, જેથી પછી એની કેઈ ચીજ પ્રત્યે આસક્તિ ઊઠવા જ ન પામે.
નિર્સગભાવ ઊભું કરવા આ વિચારાય કે
(૧) સંસારમાં જનમ જનમ સરકતા રહેતા આત્માએ એક જનમના એજ જનમ પૂરતું રહેનારા પદાર્થ પર સંગ-આસકિતમમત્વ કરવાને શું અર્થ છે?
(૨) “ભલે એક જનમ પૂરતાં, પણ સુખ આપે છે ને?” ના, ચિંતા-સંતાપ-વિહ્વળતાદિ દુઓ અને મદ-માયા-હિંસાદિ અનેકાનેક દે ઊભા કરે છે, ત્યાં સુખ શું? ત્યાં આસક્તિ શી કરવી ?
(૩) ભાવી અનંત કાળ ઉજજવળ કરી શકે એવા પરમાત્મા–સદ્દગુરુ-સદ્ધર્મ, યાવત્ સર્વત્યાગ, કેણ ભૂલાવે છે? કહે, આ વહાલા કરેલા દુન્યવી પદાર્થો. તો પછી એના પર આસક્તિ શી ધરવી ?