________________
૧૭૬
-અર્શત મિથ્યાત્વથી હિત મતિજ્ઞાળો પાપી જીવ પ્રથમ સંવેગ આદિ ગુણેથી રહિત રહી આ જીવનમાં જ નરકના જેવા દુઃખ પામે છે. (નરકના જીવને બહારની તીવ્ર વેદનાથી અંતરમાં ભારે સંતાપ, ત્યારે આવા ને અંદરની મિથ્યાત્વની પીડા અને તેથી બહારની ઊંધી પ્રવૃત્તિની વિટંબણાથી અંતરમાં ભારે સંતાપ હોય છે. )
ક્રોધાદિ સર્વ પાપ કરતાં અજ્ઞાન-મિથ્થામતિ એ ખરેખરું દુઃખરૂપ છે. કેમકે એનાથી આચ્છાદિત લેક હિતાહિત વસ્તુને સમજતું નથી, (અજ્ઞાનમિથ્યાત્વ ન હોય તો તે ક્રોધાદિ થવા છતાં એ સમજે કે “આમાં મારું અહિત છે, અને આના ત્યાગમાં જ હિત છે તેથી વિલાસ વધતાં એને ફગાવી દે. ત્યારે જે મિથ્યાત્વ હોય તો તે ક્રોધાદિને અહિતકારક સમજતે જ નથી, પછી શું કામ એને ત્યાગ કરે?)
અવિરતિના અનર્થ – એમ અવિરતિ આશ્રવના પણ અનર્થ આ રીતે ચિતવે,जीवा पावंति इह पाणवहादविरईए पावाए । नियसुय घायणमाई दोसे जण-गरहिए पावा ॥ परलायंमि वि एवं मासवकिरियाहि अजिए कम्मे ।
जीवाण चिरमवाया निरयाइगई भम ताण ॥ –અર્થાત હિંસાદિની પાપી અવિરતિ (છૂટ) થી પાપી છે લાકમાં નિંદાય એવા સ્વપુત્રઘાત આદિ દોષમાં ફસાય છે. (પ્રતિજ્ઞાથી હિંસાદિને ત્યાગ નથી કર્યો, તેથી એવો અવસર આવી લાગતાં પોતાના પુત્ર વગેરેને ય ઘાત આદિ પાપ આચરે છે. ચલનીએ પોતાના પુત્ર બહાને લાખના ઘરમાં જીવતો બાળી નાખવાને પેંતરે રચેલ.) આ તો આ જીવનમાં અનર્થ.