________________
१७०
ધ્યાન તક
પરંતુ એવા આચાર્ય (૧) તત્ત્વપ્રતિપાદન જે વિપરીત કરતા હોય, અથવા (૨) વિપરીત નહિ કિંતુ યથાર્થ કરવા છતાં સામાને સમજાય એવી સરળ શૈલીથી વિવેચન કરવામાં હોશિયાર ન હોય, તે એવા આચાર્ય મળવા છતાં પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ જિનવચનના ભાવ સમજી શકાય નહિ. આમ જિનવચન ન સમજી શકવામાં કાં આ કારણ અથવા અતિદુર્બલતા કારણ હોય યા તે આ બંને કારણે પણ સંભવી શકે. તેમ,
(૩) રેયની ગહનતાને લીધે, અર્થાત્ જે જણાય તે ય” કહેવાય, એવા ય પદાર્થ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય યા નય-ભંગી વગેરે એની ગહનતાના હિસાબે પણ ન સમજાય અને જિનવચનને અ-ધ રહે એવું બને. એમ,
(૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, અર્થાત પહેલેથી કે તત્કાળ એવા જ્ઞાનાવરણકર્મ ઉદયમાં આવવાથી જિનવચનના ભાવ ન સમજાય, એવું બને.
પ્રવ– જ્ઞાનાવરણને ઉદય કારણભૂત કહે છે તે એ જ એક કારણું કહે, મતિ દુર્બળતાદિ કારણે તે એમાં સમાઈ જાય છે, કેમકે એ જ્ઞાનાવરણના ઉદયથી જ હોય છે, તે પછી એ બધાને જુદાં કારણ કહેવાનું યુક્તિયુક્ત નથી.
ઉ૦- ના, યુક્તિયુક્ત છે. કેમકે જે કે જિનવચન કેમ નથી સમજાતા એનું કારણ જ્ઞાનાવરણના ઉદયનાં કાર્યને જ બતાવવું છે, પરંતુ તે સંક્ષેપથી ને વિસ્તારથી. એમાં સંગ જુદા જુદા, તેથી કારણે ભિન્ન ભિન્ન કહેવાય. સંક્ષેપમાં જ્ઞાનાવરણના ઉદયથી થતું અજ્ઞાન કારણભૂત બતાવાય, અને વિસ્તારથી
Aસમજતા તે સંવનિ કહેવા