________________
२७५
શુકલધ્યાન
ગનિરોધની પ્રક્યિા -
કાળની દષ્ટિએ જ્યારે પરમપદ મેક્ષ પામવાને અંતમુહૂર્તની વાર હોય, તે વખતે ભેગ-નિરોધ કરવામાં આવે છે. તે પણ ભપગ્રાહી યાને ભવને ઉપગ્રહ-ઉપકાર–પકડ કરનારા જે અઘાતી કર્મ વેદનીય-આયુષ્ય–નામ-ગોત્રકર્મ, એ બધાની સ્થિતિ કેવળી–સમુદ્દઘાત વડે યા સહજભાવે સમાન આવીને ઊભી હોય ત્યારે યોગનિરોધ કરે છે.
કેવળી સમુદ્દઘાત એ કેવળજ્ઞાનીને કર્મસ્થિતિને સમાન કરવાનો પ્રયત્નવિશેષ છે. એમાં અંતે જે કેવળજ્ઞાની શૈલેશી માટે ત્યાં ગ નિષેધ કરે, એ કરવાના સમય પહેલાં બાકીના વેદનીયાદિ ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્યની બાકીની સ્થિતિ(કાળ)ના જેટલી કરવા, સમુદુઘાત એટલે કે આત્મપ્રયત્ન વિશેષ કરે છે. એમાં પહેલાં પોતાના આત્મપ્રદેશને ઊંચ-નીચે ઠેઠ લેકાન સુધી વિસ્તારે છે. બીજા સમયે એ ઊંચા ૧૪ રાજલક જેટલા એક દંડરૂપે બનેલા આત્મપ્રદેશને પૂર્વ-પશ્ચિમ યા ઉત્તરદક્ષિણ એમ બે બાજુ લોકાન્ત સુધી વિસ્તારે છે. એટલે પહેલા સમયે દંડ જે બનેલ હવે બે બાજુ વિસ્તરીને કપાટ યાને પાટિયા જે થાય છે. ત્રીજા સમયે બાકીની બે દિશામાં દંડ વિસ્તરી બીજા કપાટરૂપે બનવાથી પૂર્વની સાથે આ મળીને એક . મન્થાન યાને રવૈયા યા સાપડા જેવું બને છે. ચોથા સમયે વચ્ચેના આંતરા પૂરાયાં એટલે આત્મા આખા ૧૪ રાજલોકમાં વિસ્તરી જાય છે. સમસ્ત લોક–પ્રદેશ પર આત્મપ્રદેશે સ્પશી જાય છે. આમ થવાના પ્રભાવે વેદનીયાદિ ત્રણે કર્મોની સ્થિતિ બરાબર આયુષ્યકર્મની સ્થિતિના જેટલી બની જાય છે. પછી