________________
૪૮-૨ હેય, દવા-ઉપચાર કરે તો પણ એમને આ ધ્યાનને બીજો પ્રશ્નર કેમ નહિ, એની એની વિચારણા થઈ
અહીં ટીકાકાર મહર્ષિ કહે છે કે બીજાઓ આ બે ગાથાની વ્યાખ્યા મુનિને ચારે પ્રકારના આર્તધ્યાનને નિષેધ કરવામાં કરે છે. અર્થાત, એમના અભિપ્રાય આ બે ગાથા એ બતાવે છે કે મુનિને ચારે આર્તધ્યાન કેમ નહિ. પરંતુ આ વ્યાખ્યા આ અભિપ્રાય અત્યન્ત સુંદર નથી. કારણ એ છે કે મુનિને આર્તધ્યાનને પહેલે પ્રકાર “ઈષ્ટ–સંગ-અવિયેગનું આત ધ્યાન” તથા ત્રીજે પ્રકાર અનિષ્ટ-વિગ–અસંગનું આર્તધ્યાન.” થવાને અવકાશ જ નથી; કે જેથી શંકા ઊઠે કે “તે પછી મુનિને કેમ ઈષ્ટ સંગ–અનિષ્ટવિયેગની પ્રવૃત્તિ કરવા છતાં આ આર્તધ્યાન નહિ ?', અને એ શંકાના નિવારણ માટે હેતુદર્શક આ બે ગાથા કહેવી પડે. મુનિએ મૂળમાં જ દુન્યવી ઈષ્ટ અનિષ્ટ કશું રાખ્યું નથી, પછી એના આર્તધ્યાનની શંકા જ શાના ઉપર થાય કે જેનાં સમાધાન અર્થે આ ગાથાથી હેતુ બતાવવા પડે. તેથી શંકા બરાબર સંગત નહિ હોવાથી આ ગાથાને એના નિવારણ અર્થે ન જ શકાય.
ત્યારે ૨ જા પ્રકાર વેદનાના આર્તધ્યાનની શંકા ઠીક ઊઠવાને અવકાશ છે, કેમકે મુનિને રોગ આવે છે, ને એ રોગ મટાડવા ઔષધોપચાર પણ કરે છે. તે ત્યાં શંકા સહેજે થાય કે તે પછી મુનિને રજા પ્રકારનું વેદના-સંબંધી આર્તધ્યાન કેમ નહિ ? એટલે “આ શંકાના નિવારણ માટે અર્થાત મુનિને રેશમાં વેદના સંબંધી ૨ જા પ્રકારનું આર્તધ્યાન કેમ નહિ એ બતાવવા માટે આ બે ગાથા મૂકી ';–આવી વ્યાખ્યા સુસંગત થાય.
હવે પ્રશ્ન થાય કે આપે આર્તધ્યાનથી સંસાર વધવાનું કહ્યું, તો તે શી રીતે ? એને ખુલાસો એ છે કે આર્તધ્યાન એ સંસારનું બીજ હોવાથી સહેજે એમાંથી સંસાર નીપજે, સંસાર વધે. હવે આર્તધ્યાન એ સંસારનું બીજ છે એ હકીકતને સ્પષ્ટ અને દઢ કરવા કહે છે –