________________
ધર્મધ્યાન
૨૩૭
થવા જુદા કુથસંઘાઘરા ! ધ રેલાના પરાજ ઢિળો | દ8 ||
અર્થ :- આ જ અપ્રમાદી મુનિ શુકલધ્યાનના પહેલા બે પ્રકારના અધિકારી છે; માત્ર એ પૂર્વધર અને શ્રેષ્ઠ વજ8ષભનારાચ સંઘયણને ધરનારા હોવા જોઈએ; ત્યારે શુકલધ્યાનના પરાણુ પાછલા બે પ્રકારના ધ્યાતા તે સગી-અગી કેવળજ્ઞાની હોય છે. બતાવે છે કે સમ્યગ દર્શન અને ચારિત્ર વિના નવપૂર્વ સુધીનું જ્ઞાન ધરાવનાર પણ અજ્ઞાની છે. આ ચારિત્રમાં મુખ્ય મન-વચનકાયાની ગુપ્તિ યાને સમ્યગ્ર પ્રવૃત્તિ-નિવૃત્તિ છે.–તેથી અભવીભવાભિનંદી જીવના બાહ્ય કડક ચારિત્ર-પાલનની કિંમત નથી, કેમકે એનામાં મને ગુપ્તિ જ નથી. એ સંસાર-સુખના ઉદ્દેશથી ચારિત્ર પાળે છે, એટલે એનું મન વિષયરાગભાયું હેઈને મેલું છે, સુ-ગુપ્ત નથી. સારાંશ ત્રિ–ગુપ્તિને ધરનારો એજ સાચે જ્ઞાની છે, વિદ્વાન છે. માટે માલતુષ જેવા અપ્રમત્ત મુનિ પણ વિદ્વાન જ છે, અને તેથી ધર્મધ્યાનના અધિકારી છે.
પ્ર-શ્રાવક કે પ્રમત્તસાધુને ધર્મધ્યાન ન હોય?
ઉ –શાસ્ત્ર કહે છે કે છઠ્ઠા “પ્રમત્તસંયત” ગુણઠાણુ સુધી આર્તધ્યાનની મુખ્યતા રહે છે, કેમકે પ્રમાદ દશામાં રાગાદિનું જેર રહે છે અને એ રાગાદિ આર્તધ્યાનને પોષનારા છે. એમને ક્યારેક ધર્મધ્યાન આવી જાય, પણ પ્રમાદના લીધે બહુ ટકે નહિ, ધારાબ ચાલે નહિ, પ્રમાદ ગયેથી ધર્મધ્યાનના મુખ્યપણે અધિકારી બનાય,