________________
ધર્મધ્યાન
૧૨૩ હ, એ વિજાતીય તત્વ છે. એથી એનું દર્શન કામ-વાસનાનું ઉત્તેજક છે. નપુંસક તીવ્ર વાસનાથી પીડાતે હાઈ ગમે તેવી ચેષ્ટા કરે, એટલે એ પણ કામોદ્દીપક બને. અનાદિના મહિના સંસ્કારે સંપૂર્ણ વીતરાગ થવા પૂર્વે સર્વથા નષ્ટ નથી હોતા, તેથી નિમિત્ત મળતાં એ ઉદ્બુદ્ધ-જાગ્રત્ બની જઈ જીવને મહમૂઢ કરી જવા પૂરો સંભવ છે. માટે જ એવા નિમિત્તથી દૂર રહેવું જરૂરી છે. વિજાતીયતત્વ સ્ત્રી એ એવું નિમિત્ત છે. પાસે એને વસવાટ એટે, કે આવવું–જવું દષ્ટિમાં પડે એ ટું. આ તે બ્રહ્મચર્યની અપેક્ષાએ.
બાકી સંયમની–ચારિત્રની અપેક્ષાએ કુશીલાચારીને સંપર્ક પણ નુકશાનકારી છે. કુશીલિયા દા. ત. જુગારી, દારૂડિયા, દારૂ વેચનારા, પરસ્ત્રી-લંપટ, વગેરેના વસવાટમાં જે સાધુ રહે તે સાધુના કાને એમની નરસી વાતે કાન પર પડે, યા કુશીલ પ્રવૃત્તિ નજરે ચડે, અને એ સંયમના ભાવને ધકકો લગાડે. | મુનિને વસવાટ માટે ય જ્યારે આવું સ્ત્રી વગેરેથી અલિપ્ત એકાંત સ્થાન જોઈએ, તે પછી ધ્યાન માટે તે વિશેષે કરીને એવું જ સ્થાન જરૂરી; કેમકે ધ્યાનમાં તે જિનાજ્ઞાદિ કોઈ એક શુભ વિષયમાં મનને એકાગ્ર રાખવાનું છે. પુરુષ–સાધુ માટે જેમ સ્ત્રી સંપર્કને ત્યાગ, એમ સાધ્વી માટે પુરુષ–સંપર્કને ત્યાગ. બંનેને નપુંસક સંપર્કને ત્યાગ; એમ યથાયોગ્ય સમજી લેવાનું. ન્યાય છે-એકજાતીય ગ્રહણે તજજાતીયગ્રહણમ” અર્થાત્ એક જાતિની વાત કરી હોય, એમાં બીજી જાતિની એને ચેગ્ય વસ્તુ આવી જાય. એટલે અહીં મુનિની વાત કરી, તે એ પરથી