________________
૧૬૭
ધર્મધ્યાન વર્તમાન ભાવી અનંતાનંત પર્યાને સાક્ષાત્ નિહાળે. આ તે પારમાર્થિક પ્રત્યક્ષ. ત્યારે, વ્યાવહારિક પ્રત્યક્ષ એ ઈન્દ્રિય અને મનથી થતું પ્રત્યક્ષ છે. લેકવ્યવહાર એને પ્રત્યક્ષ કહે છે. એ પરમાર્થથી યાને ખરી રીતે પક્ષજ્ઞાન છે. કેમકે એ આત્માને સાક્ષાત્ થતું નથી. કિરતુ ઇન્દ્રિય દ્વારા થાય છે.
પરોક્ષ એટલે અક્ષ યાને આત્માથી પરઅર્થાત્ આત્માને બાહ્ય ઇન્દ્રિય, હેતુ, શબ્દ વગેરે સાધન દ્વારા થતે યથાર્થ વસ્તુ બેધ, એ પારમાર્થિક પક્ષ પ્રમાણુ કહેવાય. એમાં ૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, એમ બે પ્રકાર છે. ઇન્દ્રિયે અને મનથી વસ્તુ જણાય તે “મતિજ્ઞાન, અને આગમ આપ્તપુરુષનાં વચને જે અતીન્દ્રિય પદાર્થોને પણ બંધ થાય એ “શ્રુતજ્ઞાન છે. હેતુ પરથી થતું અનુમાન, તર્ક, સ્મરણ પ્રત્યભિજ્ઞા વગેરે એ મતિજ્ઞાનના પ્રકાર છે...
આ “પ્રમાણ વ્યવસ્થા પણ જિનવચનમાં જ મળે છે.
ત્યારે,
(૪) ગમ એટલે અર્થમાર્ગ, જે દ્વારોથી પદાર્થને વિસ્તૃત બંધ થાય તેને અર્થમાર્ગ કહે છે. દા. ત. દંડક પ્રકરણમાં ચારે ગતિના જીવમાં જુદી જુદી વસ્તુ વિચારવા ૨૪ ભેદ યાને ૨૪ દંડક પાડ્યા. શ્રી તત્વાર્થશાસ્ત્રમાં જીવ મમ્યક્ત્વાદિ વસ્તુને વિચાર કરવા માટે નિર્દેશ-સ્વામિત્વ વગેરે તથા-સતુ–સંખ્યા ક્ષેત્ર... વગેરે મુદ્દાઓ-દ્વારા બતાવ્યા. એમ કર્મગ્રન્થ-શાસ્ત્રોમાં જીવ, ગુણસ્થાન, વગેરેને વિચાર કરવા માટે ગઈ–ઈદ્રિય-કાય...વગેરે માર્ગણાઓ બતાવી, એમ “આવશ્યસૂત્ર શાસ્ત્રની ઉપદુઘાત