________________
શુકલધ્યાન
અને આકાશ સ્વચ્છ બની જાય છે. એ જ રીતે, આત્મા પર ગમે તેટલા કર્મ–આવરણ છવ ઈ ગયાં હોય, પરંતુ જે ધ્યાનરૂપી પવન શરૂ થઈ જાય, તે તે કમ–આવરણને નષ્ટ કરે છે, અને આત્મા સ્વચ્છ બની જાય છે.
અહીં કર્મને વાદળની ઉપમા એટલા માટે આપી કે જેમ વાદળ સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે, આવૃત કરી દે છે, એમ કર્મ જીવના જ્ઞાનાદિ વભાવને આવૃત કરી દે છે. કહ્યું છે,
स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया ।
चन्द्रिकावच विज्ञानं तवावरणमन्नवत् ॥ જીવ આંતર મળ વિનાના ભાવશુદ્ધ સ્વભાવે ચંદ્ર જેવું છે, અને એને જ્ઞાનગુરુ ચંદ્રિકા–ચંદ્રપ્રકાશ સમાન છે. ત્યારે એને આચ્છાદિત કરનાર કર્મ વાદળ જેવા છે.
(જીવના આ મૌલિક સ્વચ્છ જ્ઞાનસ્વભાવને અંતરમાં વારંવાર ભાવિત કરવામાં આવે,– “આત્મા શુદ્ધરૂપે તે નિર્મળ જ્ઞાનમાત્ર સ્વભાવવાળ છું. એમાં કોઈ જ રાગદ્વેષ આદિ મેલનું મિશ્રણ નથી. વસ્તુ માત્રને કેવળ જેવી–જાણવી એટલે જ મારા સ્વચ છ જ્ઞાન-માવ,—આ ભાવના વારંવાર કરી અંતરને ભાવિત કરવામાં આવે, તે એવા ભાવિત થયેલા અંતરમાં રાગાદિની અસરો મળી પડી જાય છે.)
આ તે ધ્યાનના અતીન્દ્રિય અને પારલૌકિક ફળની વાત થઈ; પરંતુ આ લેકમાં અનુભવમાં આવે એવું કંઈ બીજું ધ્યાન ફળ છે? એ બતાવે છે –