________________
૨૧૦
ધ્યાનશતક નાશ પામતે નથી, સદાને છે. અલબત્ત, એમાં પર્યાયનાં પરિ. વર્તન થાય; એક જન્મ પછી મૃત્યુ, વળી જન્મ, પછી મૃત્યુ, હમણાં મનુષ્ય, પછી દેવ, હમણું સંસારી પછી મુક્ત. એમ ભિન્ન ભિન્ન પલટાતા પર્યાયની અપેક્ષાએ જીવ અનિત્ય છે. કિન્તુ એ બધા પ્રવાહમાં જીવપણે તે એ કાયમ જ રહે. તેથી પ્રવાહથી નિત્ય છે. આ પરથી માત્ર વર્તમાન જીવન જ જોતાં બેસી રહેવું, એનાં જ સુખ-સન્માનને વિચાર કરે એ અજ્ઞાન દશા છે. જીવ માટે તે અનંતે ભૂતકાળ વીતી ગયે, એણે કેઈ સુખસન્માન અને દુઃખના ડુંગર જોઈ નાખ્યા. અહીં શું નવું છે તે એમાં મહી પડાય? વળી જીવ માટે ભાવી અનંત કાળ ઊભે છે; એને ટૂંકા વમાનના જ મહ ખાતર કેમ બગાડાય? આમ જીવની શાશ્વતતા ચિંતવે. વળી જીવ કાયાથી ભિન્ન હોવાનું વિચારે;
(૩) કાયાથી ભિનતા :- જીવ એક સ્વતંત્ર દ્રવ્ય છે. જેમ ઔદારિક કાયા યાને આપણે જે શરીર ધારણ કરીએ છીએ તે ભાગ્ય એવી ઘર–પૈસા-ચીજ-વસ્તુ વગેરેથી તદ્દત જુદી વસ્તુ છે, એમ અંદર રહેલ આત્મા પણ એ ભાગ્ય શરીરથી તદ્દન જુદી વસ્તુ છે. શરીર ભાગ્ય હાઈને જ ઘરની જેમ એને મેલાનું ઊજળું, દુબળાનું સબળું વગેરે કરી ભગવાય છે. આનંદનું સાધન છે બનાવાય છે, તે એને ભકતા જીવ જુદે પુરવાર થાય છે. નહિતર શરીર પોતે પોતાને શું ભેગવે? એમ કાર્મણકાય અર્થાત્ કર્મને જ એનાથી પણ જીવ તદ્દન જુદો છે, કેમકે જીવે છે, જીવશે, જીવતો હતો, એ જીવ કહેવાય. “જીવ” શબ્દની આ વ્યુત્પત્તિ શરીરમાં લાગુ ન થઈ શકે, કેમકે એ તે અંતે નિશ્રેષ્ઠ બને