________________
૩૦૭ )
શુકલધ્યાન
ते य विसेसेण सुभासवादोऽणुत्तरामरसुहाई च। दोहं सुक्काण फलं परिनिव्वाणं परिल्लाणं ॥ ९४ ॥
અર્થ-આ જ વિશિષ્ટ રૂપના શુભાશવાદિ અને અનુત્તર દેવના સુખ એ પહેલાં બે શુકલધ્યાનનું ફળ છે, અને છેલ્લા એનું ફળ મોક્ષગમન છે. થાય. ધર્મધ્યાન શુભાનુબંધી હોઈ, આવી શુભ પરંપરા સુધી પહોંચાડનારા પુણ્યબંધ આદિ ફળને ઉત્પન્ન કરે છે.
ધર્મધ્યાનનાં ફળ કહ્યાં. હવે શુકલધ્યાનને આશ્રીને ફળ કહે છે –
વિવેચન :- શુકલધ્યાનનાં ફળ :–
શુક્લધ્યાન પૈકી પહેલાં બે ગુફલધ્યાન “પૃથકત્વ-વિતર્કસવિચાર” અને “એકત્વ-વિતર્ક-અવિચાર.” ધ્યાનનાં ફળ પૂર્વોક્ત શુભાશ્રવ આદિ, પરંતુ વિશિષ્ટ રૂપનાં નીપજે છે. અર્થાત્ અંદુભુત ઉચ્ચ કોટિના પુથબંધ, કર્મનિર્જરા વગેરે થાય છે. એમાં દિવ્યસુખમાં સૌથી ઊંચા અનુત્તર વિમાનવાસી દેવનાં સુખ નીપજે છે. ઉપશમણિમાં ચડેલા મુનિ શુકલધ્યાનથી એવી ફળત્પત્તિના હિસાબે શ્રેણિથી પડતાં આયુષ્ય પૂર્ણ થયે અનુત્તર વિમાનમાં જન્મ પામે છે.
છેલ્લાં બે ગુફલધ્યાન તે કેવળજ્ઞાનીને હોય છે, અને એથી તો સર્વકર્મક્ષય થવાના હિસાબે ફળ તરીકે મોક્ષગમન થાય છે.
આ તે ધર્મ–શુકલધ્યાનના વિશેષ ફળ કહ્યાં, પરંતુ સામાન્યથી આ બે ધ્યાન સંસારના પ્રતિપક્ષી છે. (એટલે સંસાર ન નિપજાવે) એ કહે છે,