________________
૨૬૨
ધ્યાનશતક
तिहुयणविलय कमसो सखिविउ मा अणुमि छउमत्थो । झायइ सुनिप्पक पो झाण अमणो जिणो हाइ ॥ ७० ॥
અર્થ :-છદ્મસ્થ (અસર્વજ્ઞ) આત્મા ત્રિલોકના વિષયમાંથી ક્રમશ: (પ્રત્યેક વસ્તુના ત્યાગપૂર્વક) મનને સંકોચી પરમાણુ ઉપર સ્થાપિત કરીને અતીવ નિશ્ચળ બન્યો શુકલધ્યાન ધ્યાવે, (તે પહેલાં બે પ્રકારે હોય. છેલ્લા બે પ્રકારમાં) જિન વીતરાગ સર્વજ્ઞ મન રહિત બને છે. ત્યાગ જિનમતમાં પ્રધાન ચીજ છે. એની પ્રધાનતા એટલા માટે કે ચારિત્ર એ અ-કષાયરૂપ છે, અને ચારિત્રથી અવશ્ય મોક્ષ થાય, તેથી ક્ષમાદિનું આલંબન સાધન તરીકે રાખે એ જ શુકલધ્યાનમાં ચઢી શકે, બીજા નહીં. આમ શુકલધ્યાનને આશ્રીને આલંબન' દ્વાર વિચાર્યું.
હવે “ક્રમ' દ્વારને અવસર છે. એમાં શુકલધ્યાનના પહેલા બે પ્રકારમાં ક્રમ પૂર્વે ધર્મધ્યાનની વિચારણામાં ક્રમ વિચારતાં બતાવ્યો છે. અહીં વળી એમાં આ વિશેષ વાત કહે છે,–
વિવેચનઃ શુકલધ્યાન કેવી રીતે ધ્યાવે?
છવસ્થ જીવ યાને જ્ઞાનાવરણ આદિ આવરણમાં રહેલ અસર્વજ્ઞ આત્મા ૧૪ પૂર્વમાં કહેલ સૂક્ષ્મ પદાર્થનાં ચિંતન પર શુકલધ્યાનમાં ચઢી શકે છે, અને એના પહેલા બે પ્રકાર પ્રાવે છે. આમાં એકાગ્રતા એટલી બધી હોય કે મન પરમાણુ ઉપર સ્થાપિત થઈ જાય, પરમાણુના ચિંતનમાં મન એંટી જાય.
પ્રવે- ત્રિભુવનના વિષયમાં રખડતું મને એવું એકાગ્ર શી રીતે બને?