________________
ધ્યાનશતક
ભાવના. એ દરેક અભ્યાસ કેવી રીતે કરવાને છે તે આગળ બતાવે છે. અભ્યાસથી મન ભાવિત થાય માટે એ ભાવના. ભાવનાથી ધ્યાનને શે વિશેષ? –
પરંતુ એટલું સમજવાનું છે કે આ ભાવનાઓને પહેલાં, અભ્યાસ કરવાથી પછી ધર્મધ્યાનની એગ્યતા પ્રાપ્ત થાય છે. શુભ ધ્યાનમાં રહેવા મનની નિશ્ચલતા જોઈએ, અને એ માટે મનને આ જ્ઞાનાદિભાવનાઓને અભ્યાસ અપાય, તે જ એ ધ્યાન માટે શાંત અને સશક્ત બની નિશ્ચલ બને છે. મનને ઉકળાટ ચંચળતાને લાવે છે, અને મનની અશક્તતા તત્વ પર સ્થિર થવા દેતી નથી. એ દૂર કરી મનમાં શાંતિ અને શક્તિ લાવવા માટે પહેલાં જ્ઞાનાદિ ભાવનાઓને એને અભ્યાસ આપવો પડે. એ અભ્યાસથી મન જ્ઞાન-દર્શન–ચારિત્ર-વૈરાગ્યથી ભાવિત બને છે, વાસિત થાય છે, રંગાયેલું બને છે. એટલે પછી મનને ચંચળ કરનારા, નિ:સત્વ કરનારા અજ્ઞાન-મિથ્યાજ્ઞાન, આહાર, પરિગ્રહ, ઇન્દ્રિયવિષયે, કષા અને સંસારાસક્તિથી મન જે અનંતા કાળનું રંગાયેલું હતું, ભાવિત હતું, એમાં મંદતા આવે છે. આ ભાવિતતા મળી પડે તે જ, જે આ ભાવિતતાના ગે. મન ચંચળ, અશાંત રહેતું હતું, મુડદાલ રહેતું હતું, તે હવે સ્થિર શાંત સશક્ત બને.
આ પરિસ્થિતિ ઊભી કરવા માટે જ્ઞાનાદિ ભાવનાને અભ્યાસ કરવાનું છે. એથી સ્પષ્ટ છે કે આગળ કહેશે તે જ્ઞાનાદિ ભાવનાએની પ્રક્રિયા આચરતાં આત્મા જ્ઞાનાદિથી ભાવિત કરાતે રહેવું જોઈએ, મન રંગાતું બનવું જોઈએ. ભાવિત કરે માટે