________________
ધ્યાનશતક મુનિ કે જે સાતમે અને ઉપરના ગુણઠાણે હોય છે, એમને આર્તધ્યાન ન હેય. આ જોતાં સમજાય એવું છે કે આ ધ્યાનની કેટલી બધી સૂક્ષ્મતા છે કે મિથ્યાત્વ, અવિરતિવાળાને તે શું, કિંતુ સહેજ પણ પ્રમાદવાળાને ય એ આર્તધ્યાન લાગતાં વાર નહિ. આખા સંસાર છેડયો, સર્વવિરતિધર મુનિ થયા, તો પણ નિયમ નહિ કે આર્તધ્યાન ન જ આવે. માટે અહીં ગાથામાં કહ્યું કે “આર્તધ્યાન એ સર્વ પ્રમાદનું મૂળ હાઈ યતિજને એને ત્યાગ કરવો જોઈએ. જે આર્તધ્યાન વતે છે તે પ્રમાદ આવતાં વાર નહિ. સ્વરૂપથી આર્તધ્યાન સમસ્ત પ્રમાદનું કારણ છે. માટે સાધુ અને શ્રાવક બંનેએ એમાંથી દૂર રહેવું જરૂરી છે.
પ્ર–પહેલાં જે એમ કહ્યું કે, “પ્રમાદવાળાને આર્તધ્યાન થાય. એને અર્થ તે એ કે પ્રમાદ એ કારણ અને આર્તધ્યાન એનું કાર્ય થયું. તે પછી અહીં આતધ્યાનને સર્વ પ્રમાદનું મૂળ યાને કારણે કહ્યું, એ કેમ ઘટે?
ઉ–વાત સાવ સાચી છે કે અંતરમાં રાગાદિ હોય તેથી આર્તધ્યાન ઊઠે છે. પરંતુ જીવને મન મળ્યું છે, તેથી એને કાંઈ ને કાંઈ લેચા વાળવા જોઈએ છે. એમાં “કેઈ ઈષ્ટને સંગ મળે,યા “વિગ ન થાઓ.” અથવા “અનિષ્ટને વિયોગ થાઓ, ચા સંગ ન થાઓ કે “હાય! વેદના બહુ પીડે છે, શાંત થાઓ. “એવું કઈને કઈ આર્તધ્યાન ચાલ્યા જ કરે છે. પછી એની ચિંતા–સળવળાટ પાછળ જીવ થોડે જ જપે રહે? એ આર્તધ્યાનના જેસ ને પ્રવાહને લીધે વિષય-કષાયની ત્રિવિધ