________________
૧૦૮
ધ્યાનશતક તે રહ્યો છે, એમાં નવા કષાય કરી દુષ્કર્મ કાં ઊભા કરું?” આમ વિચારી અપરાધી ઉપર પણ ઉપશમ રાખે.
(૨) સંવેગ એટલે મોક્ષસુખને અને તદર્થ દેવ–ગુરુધર્મને એ રંગ, કે ત્યાં દેવ-મનુષ્ય ભવનાં સુખને દુઃખરૂપ માને, સુખને રંગ આકર્ષણ ઊતરી જાય. સમજે કે “આ જડસુખ નિસ્સાર નાશવંત અને નુકશાનકારી છે, તેમ એમાં જીવ પરતંત્ર છે, તથા ઠગાય છે. માટે “સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વછે શિવસુખ એક.
(૩) “નિર્વેદ” એટલે “નારક ચારક સમ ભવ ઊભ, -તારક જાણીને ધર્મ, ચાહે નીકળવું.” સંસારવાસ–ઘરવાસને પુણ્ય વેચી નકરાં પાપ ખરીદવાને ધંધે, અને તેથી દીર્ધ દુગતિભ્રમણ સમજી એના પરથી નરકાગાર કે જેલવાસની જેમ ઊભગી જાય, એના પ્રત્યે અભાવ, ગ્લાનિ, અનાસ્થા રહ્યા કરે, અને તેથી એવા ઘર-સંસારથી નીકળી જવાનું હંમેશા ઝંખે.
(૪) “અનુકપા” એટલે દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધર્મહીણની રે ભાવ, જીવનાં દ્રવ્યદુઃખ ભૂખ-તરસ-રોગમારપીટ વગેરે દુઃખ; એ દૂર કરવાની ઈચ્છા એ દ્રવ્ય-અનુકંપા; અને ભાવદુઃખમાં પાપ–ભૂલ-કષાય–અજ્ઞાન વગેરે ભાવદુઃખ હટાવવાની ઈચછા એ ભાવ-અનુકંપા. બીજાનાં દુઃખ પ્રત્યે સમવેદન હોય તો એમ થાય કે, “બીજાઓ મારું દુઃખ ટાળે એમ ઈચ્છું છું, પણ મારે એ ઈચ્છવાને અધિકાર તે જ કહેવાય કે જે હું બીજાનાં દુઃખ યથાશક્તિ ટાળવા ઈછતે હેઉ. વળી પાપી ઉપર પણ દ્વેષ નહિ, દયા કરવા જેવી છે, કેમકે એ બિચારા