________________
શુકલધ્યાન
૨૬૧
છે. આત્માનું મહત્ત્વ ઓછું અંકાયાથી એના હિતને વિચાર ગૌણ બની જાય છે. (૫) “સર્વ ગુણ વિનાશક લેભઃ” લેભ એ સર્વગુણેને નાશક બને છે. (૬) પાપના બાપ લેભના લીધે આરંભ સમારંભ, જૂઠ-ચોરી વગેરે કેટલાંય પાપ આચરવા. પડે છે....ઈત્યાદિ ઈત્યાદિ વિચારવા ભાવવાથી તેમના ઉદયને રેકી શકાય. તેમ અંતરમાં ઉદય પામેલ લેભને નિષ્ફળ કરવા માટે એની લાંબી વિચારણા ન કરાય, તેમ વાણી અને કાયા તથા ઈદ્રિયોની લે-રાગવશ થતી પ્રવૃત્તિ અટકાવાય.
આ રીતે ક્રોધ-માન-માયા-લેભને ઉદય-નિરોધ અને નિષ્ફળીકરણરૂપે ત્યાગ કરવામાં આવે એ જ ક્ષમા-મૃદુતાઋજુતા-મુક્તિ, ( આમાં ઈર્ષ્યા-ભય-અસહિષ્ણુતા-દ્વેષ-હર્ષ ખેદ વગેરે દેને ત્યાગ કરવાનું પણ સમજી લેવાનું.) એમ ક્ષમાદિના અભ્યાસમાં આગળ વધતાં એ સિદ્ધ થાય ત્યારે એ શુકલધ્યાન માટે આલંબનરૂપ બને છે. ક્ષમાદિમાં સ્થિર રહેવાથી એના આલંબને શુકલધ્યાનમાં ચઢી શકાય છે, કેમકે આ ધ્યાન સૂક્ષ્મ પદાર્થના બહુ સ્થિર ચિંતનરૂપ છે. એ જે ક્ષમાદિની સ્થિરતા ન હોય અર્થાત્ ક્રોધાદિના સચોટ-દઢત્યાગ ન હોય, તે ક્રોધાદિના ઊઠવાથી ટકી શકે નહિ. માટે એના સંપૂર્ણ ત્યાગના આધારે જ શુકલધ્યાન લાગી શકે.
આ ક્ષમાદિ અર્થાત્ કેલત્યાગ આદિ કષાયત્યાગ એ જિનમત–જિનશાસનમાં મુખ્ય વસ્તુ છે. કેમકે જિનશાસન કર્મ ક્ષય માટે જ છે, અને કષાય ત્યાગથી જ એ કર્મક્ષય સુલભ બને છે. માટે કર્મક્ષયના સામર્થ્યને લઈને ક્ષમાદિ યાને કષાય