________________
૪૮–૩
सगो दोस्रो मोहो याजेण संसाए हेयवो भणिया। અરિ છે તે સિનિ શિ, તો તે સારી રક્ષા
અર્થ:- જે કારણથી સગઢે અને મેહ એ સંસારના કારણ કહ્યાં છે, અને આર્તધ્યાનમાં એ ત્રણે ય છે, તેથી આર્તધ્યાન એ સંસારવૃક્ષનું બીજ છે.
વિવેચન:- આર્તધ્યાન સંસારવૃક્ષનું બીજ :
ભગવાન શ્રી તીર્થકર દેવ કહે છે કે રાગ દ્વેષ અને મેહ એ સંસારનાં કારણ છે, અને આર્તધ્યાનમાં એ ત્રણેય કામ કરી જાય છે, અંત:પ્રવિષ્ટ, છે, તો પછી આધ્યાન પણ સંસારનું કારણ કેમ નહિ ?
પ્રો- સંસારનું કારણ તે મિથ્યાત્વાદિ પાંચ છે, રાગાદિ કેવી રીતે ?
ઉ૦- મિથ્યાત્વાદિ પણ રાગાદિના પાયા પર નભે છે, માટે મૂળમાં રાગાદિ કારણ કહેવાય. રાગાદિ એ પાયો આ રીતે, કે-(૧) અનંતાનુબંધીના કષાય યાને રાગ-દ્વેષ હેય ત્યાં સુધી મિથ્યાત્વ ખસે નહિ; ખર્યું હોય ને એ રાગાદિ જે ઉદય પામી જાય તો મિથ્યાત્વ પાછું સજાગ બની જાય છે. ત્યારે (૨)
અવિરતિ પણ, અપ્રત્યાખ્યાનીય કક્ષાના કષાય એટલે કે રાગ-દ્વેષ ઉદયમાં હોય ત્યાંસુધી, ઊભી જ રહે છે. તેથી અહીં પણ રાગ-દ્વેષ પાયામાં આવ્યા. (૩) તો કષાય તો રાગદ્વેષરૂપ છે જ. અથવા કહો કે ક્રોધ-માનાદિ કષાયે પણ કયાંક રાગ યા દ્વેષ હોવાને લીધે જ સળવળે છે. એમ, (૪) વેગ ચાને મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ પણ મૂળમાં રાગ-દ્વેષ હોવા પર નભે છે. અસત વિચાર, પાપવાણી કે અશુભ વર્તાવ કશા પર રાગ યા હેપના લીધે જ ઉદ્ભવે છે. (૫) પ્રમાદમાં પણ રાગ-દ્વેષ કામ કરી રહ્યા હોય છે એ સમજાય એવું છે. આમ, જેમ મિથ્યાત્વાદિ પાંચેય સંસારહેતુ છે એમ એના પાયારૂપ રાગદ્વેષ તે જરૂર સંસાર-હેતુ કહેવાય.