________________
ધર્મધ્યાન
નાટક છે. એમાં ય શું મુંઝાવું?એ તે ગુણ ગણાય આત્માના, છે અને એને જ વિટંબણામાં મૂકે. માટે એ તે અપકારી છે. હા, આરાધનામાં એ માનવશરીર વગેરે ઉપયોગી થાય ખરા, પરંતુ એ જાત તે ઔપાધિકની, એટલે અંતે મૂકવાની, મૂકાય ત્યારે જ મોક્ષ થાય. માટે એનાં મમત્વ ને લાલનપાલન નહિ કરવાનાં. મમતા તે જ્ઞાનાદિ સહજ ગુણની કરવાની, પ્રયત્ન એના માટે જ કરવાના. એમ પર્યાય અંગે ઝંખના એક્ષપર્યાની રાખવાની કે ક્યારે એ પ્રગટે?” આનું નામ, જીવના ગુણપર્યાયને સાર-પરમાર્થ જાયે. આ પિતાના જીવ અંગે વાત થઈ.
હવે પર જીવના ગુણ-પર્યાયને સાર–પરમાર્થ પણ લક્ષમાં લેવો જોઈએ, જેથી જીવના પ્રસંગમાં આવતાં નિમિત્તવશ યા કલ્પનામાત્રથી મન અશુભ ભાવમાં ચડી જતું અટકે, અને ધ્યાનનો ભંગ ન થાય. આમાં શે સાર પકડવાને? આ કે “આ સામા છે જે રાગ, મહ વગેરે કરતા આવે છે તે એ એમના પાધિક ગુણ છે. એનાથી નથી એમને લાભ, નથી મને લાભ. માટે મારે રાગમૂઢ ન થવું. ત્યારે જે એ જીવે દ્વેષ–ઈર્ષ્યાદિ કરતા આવે છે, તે એ બિચારા પિતાના મૂળ ગુણ ઉપશમને ધક્કો પહોંચાડે છે. તેથી મારે એમની કરુણ જ ચિંતવવી, જેથી મારા મૂળ ગુણને સમર્થન મળે. વળી આ છે વધુ સુખી સંપત્તિમાન યશસ્વી દેખાય તે એ એમના પુણયની લીલા છે. પાધિક છે, માટે મારે ઈર્ષા કરવા યોગ્ય નથી. દુ:ખી દેખાય એ કરુણાપાત્ર છે. જીવમાં દોષ દેખાય એ ઉપેક્ષણીય છે.” ઈત્યાદિ રૂપે અન્ય જીવોના ગુણ-પર્યાયને પરમાર્થ પકડવા જે.