________________
૨૭ર
માનવામાં આત્માને જ એ એ જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, વીર્યપરિણામ વગેરે અનેક આત્મપરિણામ થવાનું બને છે. એમાં વીય પરિણામ કેઈ હાલચાલ કરવા, યા કોઈ આહાર-શ્વાસભાષા-મન-લેશ્યા-કર્મ વગેરેનાં પુદ્ગલ ગ્રહણ કરવા માટે થાય; એ વિર્ય પરિણામ (વીર્ય, પ્રયત્ન, ઉદ્યમ) આત્માની પિતાની
દારિક આદિ કાયાના સહારે થાય છે, કાયાના સહારા વિના નહિ. માટે જ મેક્ષ પામેલા અને વીર્ય–ગુણ છતાં એ કાયા જ નહિ હેવાથી હાલવા-ચાલવાને કે આહાર કર્મ આદિના પુદ્ગલ ગ્રહણ કરવા વગેરેને કઈ વીર્ય પરિણામ યાને પ્રયત્ન નથી હતો. ત્યારે સંસારી જીવને કાયા છે. તે જ એના સહારે તેવાં પ્રજને વીર્યગુણને ફુરવાનું બને છે. દારિકાદિ ૩ કાયા :–
સંસારી જીવોમાં (૧) મનુષ્ય અને તિર્યંચ (એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના તિર્યંચ) જીવને ઔદારિક પુદ્ગલની બનેલી યાને ઔદારિક કાયા હોય છે; (૨) દેવ–નારકને વૈક્રિયપુદ્ગલની બનેલ વૈકિય કાયા હોય છે, અને (૩) ચૌદ “પૂર્વ શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર મહર્ષિઓ જ્યારે પોતાની પાસેની આહારકલબ્ધિથી તીર્થંકરદેવની સમવસરણાદિ ઋદ્ધિ જોવા યા એમને પ્રશ્ન પૂછવા જવા માટે આહારક પુદ્ગલની કાયા બનાવે ત્યારે આહારક-કાયા હોય છે. ‘કાગ’ એ આત્મગુણ છે, કાયગુણ નહિ – - આ ઔદારિક-વૈક્રિય–આહારક કાયાના સહારે હાલવાચાલવા કે ભાષા આદિ પુદગલ ગ્રહણ કરવા પ્રયત્ન થાય, યાને