________________
૨૧૪
ધ્યાનશતક
કર્મના ગે સંસાર નીપજે છે. કર્મને પ્રવાહ અનાદિથી ચાલુ, કર્મ બાંધવાનું અનાદિ કાળથી ચાલુ, તે સંસાર પણ અનાદિ કાળથી ચાલ્યા આવે છે. સંસાર” એટલે સંસરણ, પર્યટન, ભટકવાનું. શામાં? જન્મ-મરણ, ગતિઓ, કમલેગ, પુદ્ગલસંબંધ, રાગાદિ અશુભ ભાવો, સુખદુઃખ વગેરેમાં. સ્વકર્માજનિત આ સંસાર છે. એનું ચિંતન આ રીતે થાય,–
સંસાર એક સમુદ્ર જેવો છે. સમુદ્રમાં પાણી બહુ એમ સંસારમાં જન્મ, જરા, મરણ અતિ બહ; એટલે એમાં જન્માદિરૂપી પાણી છે, એમ કહેવાય. વળી સમુદ્રનું પાતાળ એવું કે એમાંથી અગાધ પણ આવ્યા જ કરે, કયારે ય પાણી બંધ નહિ; એમ સંસારમાં ક્રોધાદિ કષાયરૂપી પાતાળ પણ એવા છે એમાંથી અગાધ જન્માદિ જ વહ્યા કરે છે. 6°વળી સંસારસમુદ્રમાં સેંકડે વ્યસને યાને આપત્તિઓ રૂપી શ્વાપદ છે, જળચર જંતુઓ છે. આપત્તિઓ પીડાકારી હોવાથી શ્વાપદની ઉપમા આપી.
અહીં ગાથામાં “સાવયમણું” પદમાં “મણુ” શબ્દ છે. એ દેશ્ય શબ્દ છે. એને અર્થ “વાળો” થાય. સાવયમણું એટલે શ્વાપરવાળે. કહ્યું છે, –મણુઅચૅમિ મુણિજજહ આલં ઈલ મણું ચ મયં ચ” “મત્વર્થ”માં યાને જ્યાં સંસ્કૃતમાં “મ–મહુવત પ્રત્યય લાગે, ત્યાં પ્રાકૃતમાં “આલ” “ઈલ્લ” “મણ” “મણુય” પ્રત્યય આવે છે. જેમકે “દીનદયાવાન' માટે “દીશુદયાલ”, ગર્વ– વાન-ગવિશ્વ માટે “ગવિલ” “શ્વાપરવાન” માટે “સાવયમરણ” વપરાય.
વળી સંસાર સમુદ્રમાં મેહનીય કર્મરૂપી આવર્ત છે, ભમરી છે, કેમકે વહાણ જે ભમરીમાં ફસાયું તે એ ત્યાં ને ત્યાં ગોળ