________________
૧૬
पानशत
ભાવમાં આવવું એ સામાયિક કહેવાય. એમાં સ્વાધ્યાય-ધ્યાન મહાવ્રત–સમિતિ-ગુપ્તિપાલન આદિ કરવાનું હોય છે.
પડિલેહણમાં મુખત્રિકા (મુહપત્તિ)નું તથા વસ્ત્ર–પાત્રવસતિ (મુકામ)નું પ્રત્યુપ્રેક્ષણ-પ્રમાર્જન કરતા રહેવાનું આવે; જેથી કેઈ જીવ જંતુ મરે નહિ ઈત્યાદિ સમસ્ત ચક્રવાલ સામાચારી પળાય એ ધ્યાન માટે આલંબનરૂપ બને છે.
- સાધુ જીવનમાં ગુરુ તથા ગચ્છની સાથે રહેતાં “ઈચ્છાકાર, યાને બીજાને કાંઈ કામ ભળાવવું હોય તે એની તે કરવાની ઈચ્છા પૂછવી, “મિચ્છાકાર ” ભૂલ આવતાં મિથ્યાદુષ્કૃત દેવે
તહત્તિકાર” ગુરુવચન તરત “હત્તિ (તથાસ્તુ)” કહીને સ્વીકારી લેવું, વળી મુકામ યા મંદિરમાં પેસતાં નીકળતાં “આવસ્યહી ” નિસીહિકહેવું. ગોચરી (ભિક્ષા) જતાં અને આહાર લઈ આવી મુનિઓને “છંદણ ” (ઈચ્છા) પૂછવી તથા “નિમંતણા” કરવી...ઈત્યાદિ આચાર પાળવાના આવે. એમ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિની પ્રવૃત્તિઓ જેમાં ૪૭ દોષ રહિત ગોચરી લાવવાવાપરવાની પ્રવૃત્તિ પણ આવે છે, એ તથા ઉભયકાળ પ્રતિકમણની કિયા, દેવવંદનની ક્રિયા, વગેરે બરાબર શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સેવાય, એ બધે સાધ્વાચાર છે અને એ ચારિત્રધર્મમાં સુંદર આવશ્યક છે, યાને અવશ્ય કર્તવ્ય છે.
આમ મૃતધર્મના વાચના પ્રચછના વગેરે સત્કૃત્ય તથા ચાસ્ત્રિધર્મના સામાયિકાદિ આવશ્યક સત્કર્તવ્ય ધ્યાન માટે આલંબનથત છે. એમાં જીવ પરોવાઈ જાય તે ધર્મધ્યાન સુલભ બને છે. આ આલંબન વસ્તુ પણ બતાવે છે કે ધ્યાનના અર્થીએ સંસારની જળ જથામાં ટી આવી પ્રવૃત્તિમાં લાગવું જોઈએ.