________________
શુકલધ્યાન
૩૧૨
तापो सोलो भेओ जोगाणं झाण आ जहा निययं । तह ताव-सोस-भेया कम्मस्स वि झाइजो नियमा ॥ ९९ ॥
અર્થ –જેવી રીતે ધ્યાનથી (મન-વચન-કાયાના) યોગેનું અવશ્ય તપન, શેષણ અને ભેદન થાય છે તેવી રીતે દયાનીને કર્મનું પણ અવશ્ય તાપન–શેષણ-ભેદન થાય છે.
(૩) એમ જેવી રીતે પૃથ્વી પરના કીચડ, દા. ત. વરસાદ પછીના ધૂળિયા રસ્તા પરના કીચડ સૂર્યના તાપથી સૂકાઈ જાય છે, એવી રીતે જીવનરૂપી પૃથ્વી પરના કમ–કીચડ ધ્યાનરૂપી સૂર્યથી તપીને સુકાઈ જાય છે.
આમ જીવ પર ચૂંટેલા કમલને ઢીલું પડી સાફ કરી દેવા ધ્યાન એ પાણીનું કામ કરે છે; જીવમાં ભેળસેળ થયેલ કર્મને બાળી ખત્મ કરવા ધ્યાન એ અગ્નિની ગરજ સારે છે, અને જીવ પરના કર્મકાદવને સૂકાવી નામશેષ કરવા માટે ધ્યાન એ સૂર્ય જેવું કામ કરે છે. વળી, - (૪) ધ્યાનથી કર્મનાશ થાય એમાં યોગનું ૪થું દષ્ટાન્ત બતાવતાં ધ્યાનની ચેગ અને કર્મ પર અસર બતાવે છે – વિવેચન - ધ્યાનની એગ અને કર્મ પર અસર :
મન, વચન, કાયાના પેગ આત્મપ્રદેશને કંપનશીલ રાખે છે, તેથી આત્મા પર કર્મ ચોંટે છે. આત્મા જે સ્થિર થઈ જાય, જેમકે ૧૪મા ગુણસ્થાનકે, તે પછી એક પણ કર્માણ ચોંટી શકતો નથી. પરંતુ એ સ્થિરતા માટે પેગોને અટકાવી દેવા જોઈએ. એ યોગનિગ્રહ રોગના તપન–શેષણ-ભેદનથી થાય.