________________
રૌદ્રધ્યાન
सत्तवह-वेह-बधण-डहणङ्कण-मारणाइ-पणिहाण। अइकोहग्गहघत्थं निग्घिणमणसोऽहमविवाग ॥१९॥
અર્થ - અતિ ક્રોધગ્રહથી પકડાઈ મનનું લક્ષ ને પીટવાવિંધવા-બાંધવા-બાળવા-નિશાન કરવા-મારી નાખવા ઇત્યાદિ પર ચાંટે (એ રૌદ્રધ્યાન છે.) એ નિર્દય હૈયાવાળાને થાય છે અને અધમ (નરકાદિપ્રાપ્તિના) ફળવાળું બને છે. છે, પછી એ ચિંતન આર્તધ્યાન કે રૌદ્રધ્યાનરૂપ ન બને એ માટે કેટલે બધે ખ્યાલ રાખવું પડે? ધ્યાનને કર્મબંધ સાથે સીધે સંબંધ છે. કર્મ કેવાં બંધાય એનું જજમેન્ટ મનમાં તત્કાલ ચાલતા ભાવ યા વાનના પ્રકાર પર પડે છે. આધ્યાને તિર્યંચગતિનાં કર્મ બંધાય છે, અને રૌદ્રધ્યાને નરકગતિનાં કર્મ બંધાય છે, તે પણ તરત જ બંધાય; એમાં ઉધારે નહિ. જે સમયે જેવું ધ્યાન, તે જ સમયે તેવાં કર્મ બંધાઈ જવાના. માટે જ જીવનમાં મોટું કામ, મેટી સાવધાની, મનમાં ખરાબ ધ્યાન અટકાવી શુભધ્યાન ચાલુ રાખવા અંગે રહેવી જરૂરી છે.
૧. હિંસાનુબધી રોદ્રધ્યાન હવે અહીં પહેલું હિંસાનુબંધી રૌદ્રધ્યાન સમજાવવા કહે છે, વિવેચનઃ ૧ લા રીદ્રધ્યાનમાં કેવાં ચિંતન –
અતિ ક્રોધમાં આવી જઈ નિર્દય હૃદયથી હિંસાનું એકતાન ચિંતન કરાય એ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. હિંસા અનેક પ્રકારે ચિંતવાય છે. દા.ત. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કઈ પણું જીવન પ્રત્યે કોધાબ્ધ બની એમ ચિંતવે કે “હું આ હરામીને