________________
૨૨૫.
છે. કૃષિ થી હી, તાનાથી આરબાતુ
ધર્મધ્યાન કઈ બાધા પીડા નથી. અજ્ઞાન પીડાકારી તત્ત્વ કર્મ– આવરણ સર્વથા નષ્ટ થયા હોવાથી હવે અજ્ઞાન અને પીડા ક્યાંથી ઊભા થઈ કે રહી શકે ?
આ મેક્ષાવસ્થા એ સ્વાભાવિક છે, જીવનું સહજ સ્વરૂપ છે. મોક્ષ થવા પૂર્વે એ સ્વરૂપે પ્રગટ નહેતું દેખાતું એનું કારણ તે એ કે એ કર્મના આવરણેથી આચ્છાદિત થઈ ગયું હતું. બાકી મેક્ષની અનંતજ્ઞાનાદિમય સ્થિતિ કેઈ બહારથી લાવવાની નથી હોતી, એ તે મૂળમાં આત્મામાં છે જ, સહજ છે, કૃત્રિમ નથી. જ્ઞાનાદિ એ કઈ કાગળ પર આગન્તુક ચિત્રની જેમ બાહ્ય કારણથી ઉત્પન્ન થનાર આગન્તુક ગુણ નથી.
પ્ર- તે મહેતન કરવાથી જ્ઞાન આવે છે, એનું કેમ?
ઉ–આ જ્ઞાન “આવે છે એટલે અંદરમાંથી બહાર આવે છે. આત્માની અંદર મૂળથી પડેલા જ્ઞાન પર જે આવરણ છે, તે મહેનતથી જેમ જેમ કપાય, તેમ તેમ જ્ઞાન બહાર ખુલ્લું થતું જાય છે, પણ બહારથી કાંઈ નવું લાવવાનું નથી હોતું.
વળી એ મોક્ષ નિરુપમ સુખમય છે, કેમકે, એ સુખની ઉપમા નથી. સંસારના સુખ તે સંગ–જન્ય છે. એની સાથે આ અસાંગિક સહજ આત્મ-સુખને કેવી રીતે સરખાવી શકાય? સંપૂર્ણ આરોગ્યના સુખને રોગિષ્ઠ દશામાં કુપગ્યસેવનથી લાગતા આનંદ સાથે કેમ સરખાવી શકાય ? સાંસારિક સુખ વિષય-સંગને આધીન છે, પરવશ છે, પરિસ્થિતિ–સાપેક્ષ છે. એને એજ વિષયસંગ કાયમ હોય છતાં પરિસ્થિતિ બદલાતાં એજ દુખરૂપ લાગે છે, એનું સુખ ગયું! જ્યારે અહીં ક્ષનું
૧૫
-