________________
ધર્મધ્યાન
૨૨૯
આવા વિવિધ ઉદેશના હિસાબે ધ્યાનના જુદા જુદા પ્રકાર પડે, એ દષ્ટિએ “સન્મતિ તર્ક ” મહાશાસ્ત્રની ટીકામાં વાદિ–પંચાનન શ્રી અભયદેવસૂરિજી મહારાજે તથા “શાસ્ત્રવાર્તા સમુચ્ચય” મહાશાસ્ત્રની વિવેચનામાં મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ધર્મધ્યાનના ૧૦ પ્રકાર બતાવ્યા છે.
| ધર્મધ્યાનના ૧૦ પ્રકાર ધર્મધ્યાનના ૧૦ પ્રકારમાં અહીં કહેલ આજ્ઞાવિચયાદિ ૪ પ્રકાર ઉપરાંત જીવ–અજીવ-ભવ-વિરાગ-ઉપાય-હેતુવિચય એ છે ગણ્યા છે. અલબત્ પૂર્વોક્ત સંસ્થાન વિચયમાં આ છ વિચાર આવી જાય, પરંતુ એમ તે અપાય તથા વિપાકને પણ વિચાર એમાં સમાઈ શકે છે, છતાં પૂર્વે કહ્યા મુજબ વિશિષ્ટ ઉદ્દેશથી અપાય-વિપાકની જેમ આ જીવ-અછવાદિને વિચાર છે. દશે પ્રકારને વિચાર અહીં સંક્ષેપમાં એના જુદા જુદા ઉદ્દેશ દર્શાવવા સાથે બતાવવામાં આવે છે.
(૧) આજ્ઞાવિચયમાં એ ચિંતવવાનું કે “અહે! આ જગતમાં હેતુ–ઉદાહરણ-તર્ક વગેરે હોવા છતાં અમારા જેવા છે પાસે બુદ્ધિને તે અતિશય નથી, ત્યાં આત્મપ્રત્યક્ષની તો શી વાત? તેથી આત્માને લાગતા કર્મબંધ, પોલેક, મોક્ષ, ધર્મ, અધર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થ સ્વતઃ જેવા કે જાણવા-સમજવા બહુ મુશ્કેલ પડે છે. છતાં એ પદાર્થો પરમ આપ્ત પુરુષના વચનથી જાણી શકાય છે. એવા પરમ આપ્ત પુરુષ એક માત્ર વીતરાગ સર્વજ્ઞા શ્રી તીર્થકર ભગવાન હોય છે. તે એમના વચને કે સુંદર પ્રકાશ એ પદાર્થોને આપે છે! એમને જઠ બોલવાને હવે