________________
૮૭
રૌદ્રધ્યાન
કરી નાખ્યું ?” કઈ શિખામણ આપે તે સામે થાય, “એવું તે મેં શું કર્યું છે? આ તમે જ મને હલકે પાડે છે.” આ શું ? અંતરમાંનાં રૌદ્રધ્યાનને બહાર બખાળે.
(૯) પાપ કરીને ખુશ થાય, બહાર બડાઈ ગાય, “કે એને મેં ફટકાર્યો?” દા. ત. ત્રિપૃષ્ઠ વાસુદેવે સિંહને ચીરી નાખી અને શય્યાપાલકના કાનમાં ધખધખતું સીસુ રેડાવી ખુશી અનુભવી. પાપની ભારે ખુશી દેખાય તે સમજાય કે અંતરમાં રૌદ્રધ્યાન પ્રવર્તે છે. - બીજાનું તે પછી પણ આપણી જાતમાં ય જોવાનું છે કે આવું કઈ લિંગ નથી ને ? મૂઢ મન રૌદ્રધ્યાન કરતું હોય છતાં એને લાગતું નથી કે હું રૌદ્રધ્યાન કરું છું. ત્યાં ઉપરોક્ત કોઈ લિંગ દેખાય તે અંતરમાં રૌદ્રધ્યાન હોવાનું સમજી લઈ એને અટકાવવું જોઈએ, ને એ માટે એ બહારના લિંગથી ઉલટ માર્ગ લે પડે. દા. ત. બીજાની આફત દેખી આપણું મનમાં દુઃખ કરવું, હમદર્દી દાખવવી, પ્રાર્થના કરવી, “બિચારાની આપદા ટળે” વગેરે.
આ રૌદ્રધ્યાન અંગે વિચારણ્ય