________________
૨૪૦
માનશતક શુકલધ્યાન અગી કેવળીને હોય છે. સગી એટલે વિહાર ઉપદેશ ગોચરી આદિ કાયયોગ વચગવાળા કેવળજ્ઞાની મા પામવાના અંતમુહૂર્ત કાળ પહેલા જેગોને નિગ્રહ કરીને શલેશી (મેરુ જેવી નિષ્પકંપ આત્મપ્રદેશ) અવસ્થા પ્રાપ્ત કરવા માટે ત્યાં જ ત્રીજું શુકલધ્યાન ધરે છે અને એથી અાગી બન્ય શું શુકલધ્યાન ધરે છે, જેમાં સર્વ કર્મને ક્ષય કરે છે.
ધ્યાનાંતરિક કેવળી અધ્યાની –
આ પ્રમાણે શાસામાં મળે છે કે શુકલધ્યાનના પહેલા બે ભેદ પસાર કર્યા હોય અને ત્રીજે ભેદ હજી અપ્રાપ્ત હોય, એવી થાનાંતરિકા (પૂર્વાર્ધ–ઉત્તરાર્ધ શુકલધ્યાનની મધ્યઅવસ્થા)માં રહેલાને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને કેવળી શુકલલેશ્યાવાળા હોય છે, એ જ્યાં સુધી ત્રીજા સૂમક્રિયા-અનિવૃત્તિને ન પામ્યા હોય ત્યાં સુધી અ-ધ્યાની ધ્યાનરહિત હોય છે. એમને બધું જ પ્રત્યક્ષ હોવાથી તેમજ ભાવ મન નહીં હોવાથી કશું અજ્ઞાત ચિંતવવા જેવું રહેતું નથી, માટે એમને ધ્યાન નહિ. તે પછી આગળ પર એમને ત્રીજું શું શુકલધ્યાન શું, એને ખુલાસે આગળ આવશે. (આ પરથી સમજાશે કે તીર્થંકર પરમાત્માની ધ્યાનસ્થ મુદ્રાવાળી મૂર્તિ એ અપૂર્ણ અવસ્થાની મૂતિ છે, અને ધ્યાન-રહિત મધ્યસ્થ કીકીવાળી મુદ્રાની મૂર્તિ એ પૂર્ણ વીતરાગ સર્વજ્ઞ અવસ્થાની મૂર્તિ છે.) - આ પ્રાસંગિક વાત થઈ. હવે મૂળ વિષય ધમ ધ્યાનનું
અનુપ્રેક્ષા દ્વાર અવસર પ્રાપ્ત હોઈ તેની વ્યાખ્યા કરવા કહે છે –