________________
શુકલધ્યાન
૨૫૯ (૨) એમ, માનકષાયને રેવા ઉપરોક્તમાંથી કેટલી ય વિચારણા કામ લાગે. ઉપરાંત એ વિચારાય કે (૧) અનંત જ્ઞાન, મહાન અવધિજ્ઞાન, કે ૧૪ પૂર્વનું શ્રુતજ્ઞાન, તથા મહાપુણ્યાઈ મહાશક્તિ ધરનારાઓએ કે મહાસુકૃત કરનારાઓએ પણ અભિમાન નથી કર્યા, તે હું શાના પર માન કરું? ®(૨) અનંતા કર્મોથી દબાયેલા ગુલામ એવા મારે ક્યા મેંઢ અભિમાન કરવા? (૩) મેં ક્યાં એવા મહાસુકૃત મહાપરે પકાર કર્યા છે? કયા એવા મહાન ગુણે મેળવ્યા છે? કઈ મહા તપ-સંયમની સાધના કરી છે? મેં મનવૃત્તિ પર કર્યો વિજય મેળવ્યું છે? તે પછી મારે અભિમાન કરવાને હક ક્યાં છે? (૪) અભિમાન જે બાહ્ય વૈભવ–સત્તાસન્માન આદિ પર થાય છે, તે ચક્રવતીની આગળ એ શી વિસાતમાં છે? અને જે આંતરિક જ્ઞાન-તપવગેરે ઉપર થવા જાય છે, તે એ પૂર્વે પુરુષની જ્ઞાનસમૃદ્ધિતપસમૃદ્ધિ આગળ શી વિસાતમાં છે કે હું અભિમાન કરું ? (૫) રાજા રાવણની જેમ અભિમાનથી અંતે પછડાવાનું થાય છે. એના કરતાં માન ન કરવામાં શભા અને શાંતિ રહે છે....વગેરે વિચારી માન-મદ–અહંકારને રોકવા. મનમાં માન ઊઠયું હોય તે ય એને સફળ ન થવા દેવું. એના પર ભવાં ચઢે, અભિમાનના શબદ બેલાય, સામાને તિરસ્કાર-નિંદા થાય, જાત-વડાઈ થાય, મુખમુદ્રા અને ચાલ વગેરે માનભરી બને, ઈત્યાદિ ફળ ન બેસવા દેવું. એમ ઉદય પામેલા માનને નિષ્ફળ કરાય.
(૩) માયાના ઉદયને રોકવા ઉપરોક્તમાંની કેટલીક વિચારણા ઉપરાંત એ વિચારવું કે, (૧) માયા તે સંસારમાં ભવાની માતા છે. તેથી માતાની જેમ મારા ભને જન્મ આપશે.