________________
૨૨૦
ધ્યાનશતક
તપપવન –વળી ચારિત્રજહાજને ઝડપી ચાલવા માટે તપરૂપી પવનથી વેગ મળે છે. અનશન, ઊદરિકા વગેરે બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત વિનય વગેરે આભ્યન્તર તપ, એ એ રીતે ચારિત્રને વેગ આપે છે કે એનાથી બાહ્યની વૃત્તિઓ દબાવાથી તથા શ્રત(શાસ્ત્ર)રટણ આદિ સ...વૃત્તિ ખૂબ રહેવાથી બાકીની છેલ્લી ચેકડીના ય કષાય વધુ ને વધુ પાતળા પડતા જાય છે. એ જ ચારિત્રને વેગ છે.
વેરાગ્યમાર્ગ –આવું ચારિત્ર વૈરાગ્ય માર્ગો પડી ગયેલું છે. મોક્ષપ્રાપ્તિ માટે સંપૂર્ણ વીતરાગ દશા જોઈએ એ વિરાગભાવની સાધનાથી ઊભી થાય. માટે વિરાગને “માર્ગ” કહ્યો. એ માર્ગે વીતરાગદશાએ અને પછી મેલનગરે પહોંચાય. ચારિત્ર રાગના નહિ, પણ આ વિરાગના માર્ગે જ ચાલે છે, એમ બીજે તે બહુ ત્યાગ છે, કિંતુ આહાર, વસ્ત્ર, પાત્ર, મુકામને જે ઉપયોગ છે, તે ય વિરક્ત દશાથી–સંસારીને તે ઘર-દુકાનપરિવાર–પૈસા વગેરેના રાગના માર્ગે ચાલવું પડે છે.
ચારિત્રમાં કેવા વ્યવસાયથી સ્થિરતા –ાળી ચારિત્ર વિસ્ત્રોતસિકાના તરંગથી અભાયમાન છે. “વિસ્ત્રોતસિકા એટલે જેમ સમુદ્રમાં જહાજને આડું લઈ જનાર મોજુ, એમ મનને ઉન્માર્ગે તાણી જનાર અપર્ધાન-દુર્ગાન. એજ મોક્ષપ્રાપ્તિની આડે અશુભ કર્મોને જુથરૂપી વિદનને ઊભા કરે છે. પણ ચારિત્રમાં શુભ વ્યવસાય ભરપૂર રહેવાથી દુર્થાનના તરંગ અટકે છે. એટલે કે એનાથી ચારિત્ર ડળેલાતું નથી, ક્ષોભાયમાન નથી થતું. નવ બેઠે નખેદ વાળે. “An idle man is a