________________
ધર્મધ્યાન
૨૧૯ રૂપી બંધન છે. એ હેય તે જ ચારિત્ર ટકે. અભવ્યો ચારિત્રનાં મહાવ્રત લે છે, છતાં સમ્યગદર્શનના અભાવે એમનામાં ચારિત્રનું છ ગુણસ્થાનક નહિ, કિંતુ મિથ્યાષ્ટિનું પહેલું ગુણસ્થાનક હોય છે.
ચારિત્રની નિર્દોષતા - વળી ચાત્રિ અનઘ યાને નિર્દોષ હોય છે. આમાં સર્વ પાપોને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ હોય છે, તેમજ કષાયની ત્રણે ચેકડી દબાવી દીધી છે, તથા જે ચેથી મંદચકડી બાકી છે, એ ક્રોધ-માનાદિનો ઉપયોગ પ્રશસ્ત કરે છે, અર્થાત અસંયમ–પ્રમાદાદિ પ્રત્યે ક્રોધ-દ્વેષ, સાધુત્વની ખુમારી–ગૌરવ,... વગેરે. તેથી એમ કહેવાય કે ચારિત્રમાં હવે દેષ નથી રહ્યા.
જ્ઞાન સુકાની –વળી જહાજને કપ્તાન–સુકાની જોઈએ, તે અહીં ચારિત્રમાં જ્ઞાનાત્મક સુકાની છે. ચારિત્ર લીધા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા દ્વારા જેમ જેમ જ્ઞાનવૃદ્ધિ થાય છે, તેમ તેમ ચારિત્ર વધુ ને વધુ નિર્દોષ રીતે તથા ચડતા સંવેગથી અને અધિકાધિક સૂક્ષ્મતાથી પ્રગતિશીલ બને છે. સારાંશ, જ્ઞાન ચારિત્રને દોરે છે. આ પ્રમાણે ચારિત્ર અંગે ચિંતવે.
સંવરઢાંકણ-વળી ચિંતવે કે ચારિત્રજહાજને સંવરરૂપી ઢાંકણેથી નિછિદ્ર બનાવવામાં આવ્યું છે. “સંવર' એટલે આશ્રવ-નિરોધ. આત્મામાં ઈન્દ્રિઓની વિષય-લગન, કષા, અવ્રત વગેરે આવે છે, એ કાણાં છે. એ દ્વારા કર્મ. રજ આવી આવી આત્મામાં જમા થાય છે. એ આશ્રવ–કાણુને સમિતિ-ગુપ્તિ-પરીસહસહન-ક્ષમ દિ ૧૦ યતિધર્મ વગેરેથી બંધ કરવામાં આવે છે. આનું જ નામ સંવર છે. એથી કર્મરજ આત્મા પર ચુંટતી અટકે છે.