________________
ધર્મધ્યાન
બાહા શરુ ખરું જોતાં તે આંતર કર્મગૂમડાં પર બસ્તર મૂકે છે. એમાં ખોટું શું?” આમ સાર પકડો તે ધ્યાનધારા શુકલધ્યાન સુધી ચડી. નહિતર તે ખંડિત થઈ જાય.
નાણગુણમુણિયસારો ને આ એક અર્થ કે “જ્ઞાનથી જીવ-અજીવના ગુણ–પર્યાયને સાર પકડે.” (ii) “નાણુગુણમુણિયસારે”ને બીજો અર્થ –
જ્ઞાનના પ્રભાવે વિશ્વના સાર પકડયો હોય. આને ભાવ એ, કે વિશેષ શ્રુતજ્ઞાનથી વિશ્વના ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય જાણે, એના પરસ્પર સંબંધ જાણે, એના પર કાળ–સ્વભાવ-ભવિતવ્યતાકર્મ-પુરુષાર્થ એ પાંચ કારણેની થતી અસર જાણે, એના પલટાતા પર્યાય જાણે, આ બધું જાણીને એને સાર પકડે કે “આ બધાં દ્રવ્ય દ્રવ્યરૂપે નિત્ય પણ પર્યાયરૂપે અનિત્ય છે, તેથી એકલો નિત્ય–અંશ પકડી હવા જેવું નહિ, કેમકે પર્યાય પલટાવાને છે. એમ એકલા અનિત્ય અંશને પકડી ગભરાવા જેવું નહિ, કેમકે એનું મૂળ સ્વરૂપ નિત્ય હાઈ કાયમ છે. દા. ત. “આત્માને શુભ કર્મોના ગે સ્વર્ગીય સુખ સન્માન આદિ મળ્યાં. પણ એ સુખપર્યાય અનિત્ય છે. તેથી હવા જેવું નહિ. એમ આત્માને અશુભ કર્મોના યોગે દુખ આવ્યાં, છતાં ગભરાવાનું નહિ, કેમકે એની વચમાં આત્માનું મૂળ જ્ઞાનાદિ સ્વરૂપ નિત્ય-કાયમ છે. આગંતુક દુઃખ તે ચાલ્યું જશે, પણ જ્ઞાનાદિ ઊભા રહેશે. પછી ફિકર શી?” આમ જ્ઞાનના પ્રભાવે વિશ્વને સાર પકડવાથી હર્ષ–ઉદ્વેગ ન થતાં ઉદાસીન ભાવ ઊભું રહે.