________________
ધમાન
૨૩૯ ગાથાના માત્ર “અપ્રમાદી' પદમાં જ જોડવાનું છે. અર્થાત અપ્રમાદી પૂર્વધરને શુકલધ્યાનના પહેલા બે પ્રકાર હોય છે. અર્થાત્ અપ્રમાદી છતાં “પૂર્વ શાસ્ત્ર ન ભણેલા હોય તે તે માત્ર ધર્મધ્યાન કરી શકે, શુકલધ્યાન નહિ. આ શરત ક્ષકઉપશામક નિગ્રંથને નહિ. એ “પૂર્વ શાસ્ત્ર ન પણ ભણ્યા હોય છતાં શુકલધ્યાનના અધિકારી છે. (અલબત્ ઉપર કહ્યું તેમ એમને “પૂર્વના પદાર્થનું જ્ઞાન થઈ જાય; છતાં એ “પૂર્વધર' અર્થાત્ ૧૪ “પૂર્વ શાસ્ત્ર ભણેલા ન કહેવાય.) ત્યાં માષતુષમુનિ જેવાને, નિર્ચન્થ ક્ષેપક બનતાં, શુકલધ્યાન આવી જાય છે. આ શુકલધ્યાનના ધ્યાતા પ્રથમ “
વષભનારાચ” નામના સંઘયણને ધરનારા હોય છે. કેમકે એવા ઉત્કૃષ્ટ શરીર–સંઘયણબળ ઉપર જ તેવું મને બળ અને સૂક્ષમ પદાર્થમાં ચિત્તની સ્થિરતા આવી શકે છે. આ વિશેષણ સામાન્યથી સમજવું. અર્થાત્ ઉચ્ચ ધ્યાનની એગ્ય ના માટે વિશેષતા આના પર નથી, કિન્તુ “પૂર્વધરતા, અપ્રમાદ, નિર્ગથતા વગેરે પર છે. બાકી આ સંઘયણ તે સાતમી નરકે જનાર અધમ આત્માને ય હોય છે. છતાં અહીં આ વિશેષણથી એ સૂચવ્યું કે એથી નીચેના સંઘયણવાળાને શુકલધ્યાન નહિ.
૩ જાક થા શુકલધ્યાનના અધિકારી –
હવે શુકલધ્યાનના જેમ પહેલા બે પ્રકાર પૂર્વધર અપમત્તને યા ક્ષેપક-ઉપશામકને, તેમ છેલ્લા બે પ્રકાર કમશઃ બે પ્રકારના કેવળજ્ઞાનીને હોય છે. અર્થાત્ (૩) સૂફમક્રિયા-અનિવૃત્તિ શુકલધ્યાન સગી કેવળીને, અને (૪) ભુપતક્રિયા-અપ્રતિપાતી