________________
૧૨
ધ્યાનશતક ઉ–પહેલે અતિચાર “શંકા” એ દ્રવ્ય–ગુણ અંગે છે, આ ક્રિયાના ફળ અંગે છે. એમ તે બધા ય અતિચાર મિથ્યા
દય વશ થતા જીવપરિણામ છે; કિન્તુ જીવેને સમજવા અને સમજીને ટાળવા માટે ભિન્ન ભિન્ન રૂપે અતિચાર બતાવ્યા છે. તેથી પહેલે અતિચાર તત્ત્વમાં શ્રદ્ધા મજબૂત રખાવવા કહ્યો, ત્યારે આને માર્ગ–સાધનામાં શ્રદ્ધા મજબૂત રખાવવા જુદા બતાવ્યું. આને ટાળવા એ વિચારવું કે “સર્વરે આચરેલાં ને કહેલાં કલ્યાણ-અનુષ્ઠાન નિષ્ફળ હોય જ નહિ. માટે વિચિકિત્સા નહિ કરવી. વળી ધર્મસાધનાનાં ફળ તરીકે દુન્યવી સુખ-સન્માન પર દષ્ટિ જાય છે, તેથી આવી ફળની શંકા ઊભી થાય છે. ખરી રીતે સાધનાનું ફળ આત્મિક જ ઈચ્છવા જેવું છે. આત્માના રાગાદિ વિકાર શમે, જડ અંગેની અસ્વસ્થતા ઓછી થાય, એ મહાન ફળ છે. દાનાદિ ધર્મસાધનાથી એ સિદ્ધ થાય જ છે. છતાં ય લૌકિક ફળની પણ શંકા તે નહિ કરવી, કેમકે સર્વોક્ત છે. સર્વ લૌકિક ફળ પણ બતાવ્યાં છે. જેવું હોય તેવું તે એ કહે જ ને ?
એક શ્રાવકને મિત્ર દેવે વિદ્યા આપી; કહ્યું : “શ્મશાનમાં ચાર પાયાનું સીકુ કરી, હેઠે અગ્નિ રાખી સીકા ઉપર બેસી, ૧૦૮–૧૦૮ વાર આ વિદ્યા જપી ૧-૧ પાયે કાપવાને. એમ ચાર પાયા કપાયે આકાશમાં ઉડાય.” સાધવા માંડી. એટલામાં સિપાઈઓ જેની પૂંઠે પડેલા એ એક ચાર દ્રવ્ય સાથે ભાગત ત્યાં આવ્યું. સિપાઇએ તે “હવે આને સવારે શોધી પકડીશું' એમ કરી વનને ઘેરીને રહ્યા છે. અહીં ચારે પૂછયું, “શું કરે