________________
ધર્મધ્યાન
૨૫૩ સુખશાતા પૂછવી, એમના વચનને “તહત્તિ-તથાસ્તુ' કરીને વીકારવું, વગેરે સાધુ-વિનય કરતો હોય.
(૫) એમ, સ્વયં શ્રત–શીલ-સંયમથી સંપન્ન હોય; “શ્રુત” એટલે સામાયિક સૂત્રથી માંડીને ૧૪ મું પૂર્વ “બિંદુસાર' સુધીના આગમ. “ શીલ” એટલે વ્રત-નિયમાદિ ચિત્તસમાધિનાં સાધન. (વ્રત-નિયમ-સમાધિ–સદાચારને ભાર ન હોય તો નિરંકુશ મન, ઈષ્ટ ઈન્દ્રિય વિષયે માપમાં જ મળતા હોવાથી, અસંતુષ્ટ અસ્વસ્થ રહે છે; તથા કષાયાની છૂટ હોવાથી ય અસ્વસ્થ અસમાહિત રહે છે; માટે “શીલ” જરૂરી) તેમજ “સંયમ” એટલે જીવહિંસાદિ પાપોનો ત્યાગ. આ કૃત–શીલસંયમમાં ભાવથી રક્ત હોય;
એ ધર્મધ્યાનમાં વર્તતા હોય છે, એમ સમજી શકાય. કેમકે અંતરમાં ધર્મધ્યાન વિના એ ભાવથી જિન-મુનિ-- ગુણપ્રશંસા વગેરે કરવાનું બને નહિ, આ પરથી એ સમજાય એવું છે કે જે આ પ્રશંસાદિને બદલે નિંદા વગેરે હોય, યા મોહવશ ભક્ત આદિની પ્રશંસા-સરભરા ચાલતી હોય, તે ત્યાં આર્તધ્યાન વર્તતું હોય એમ મનાય, તેમ એ શ્રદ્ધા-ગુણકીર્તન નાદિ ચિહનમાં પ્રવૃત્તિ ખૂબ રહે, તે ધર્મધ્યાન સરળ બને.
પ્રવે-ધમયાનના સ્વામી (અધિકારી) તે પૂર્વે અપ્રમત્તા મુનિ આદિને કહી આવ્યા. તે ધર્મધ્યાન એમને હાય; પછી અહીં જે નિસર્ગ–અદ્ધા, દેવગુરુ-વિનય, વગેરે લિંગ કહ્યા તે તે સમકિતી અને દેશવિરતી શ્રાવક તથા પ્રમત્તમુનિને પણ. હેય. તે શું એમને ધર્મધ્યાન હોઈ શકે ?
સુર નિસર્ગ વિરતી શ્રાવક