________________
૮૮
દયાનાતક
- ધર્મધ્યાન झाणस्स भावणाओ देसं कालं तहाऽऽसणविसेसं।
ઢિા માં શrga તે ય ક્ષાયા ૨૮ . तत्तोऽणुप्पेहाओ लेस्सा लिङ्ग फलं य नाऊणं ।
धम्मं झाइज मुणी तग्गयजोगो तओ सुक्क ॥२९॥ અર્થ-ધ્યાનની ભાવના, દેશ, કાળ, અમુક જ આસવ, આલંબન, ક્રમ, દયેય યાને ધ્યાનનો વિષય, ધ્યાતા, પછી અનુપ્રેક્ષા, ૧લેશ્યા, ૧૧લિંગ તથા ફળને જાણીને મુનિ એમાં ચિત્ત સ્થાપી ધર્મધ્યાન કરે. ત્યારબાદ શુકલધ્યાન કરવાનું.
ધર્મધ્યાન અહીં હવે ધર્મધ્યાનને અવસર આવ્યું, એટલે ગ્રંથકાર એનું નિરૂપણ કરવાની ઈચ્છાથી એનાં વ્યવસ્થિત પ્રતિપાદન માટે ધર્મધ્યાનને લગતા ૧૨ દ્વાર, ૧૨ મુદ્દા (Points) બતાવે છે. પછી એ દરેક મુદ્દાનું સ્પષ્ટીકરણ કરાતાં ધર્મધ્યાન વસ્તુ વિસ્તારથી અને વ્યવસ્થિત રીતે સમજાવાતી જશે. આગળ શુકલધ્યાનના વિચાર માટે પણ આ જ ૧૨ દ્વાર રહેવાનાં. દ્વારાનાં નામ બતાવે છે,
વિવેચન - ધર્મધ્યાનનાં ૧૨ દ્વાર –
ધર્મધ્યાન” શું છે એ વર્ણવવા માટે આ પ્રમાણે ૧૨ દ્વાર છે. (૧) ધ્યાનની ભાવનાઓ, દા. ત. જ્ઞાનભાવના, દર્શનભાવના, વગેરે. (૨) ધ્યાન માટે ઉચિત દેશ, સ્થાન, (૩) ઉચિત કાળ, (૪) ઉચિત આસન, (૫) ધર્મધ્યાન માટે આલંબન, જેમકે વાચના વગેરે. (૬) ધ્યાનને ક્રમ, મને