________________
૨૬૪
ધ્યાનશતક
લેકોની વચમાં રહેલું છે. કેમકે એમાં તે પાછા એ ઉપર-નીચેવાળા લેક લક્ષમાં આવ્યા. એ ન આવવા જોઈએ, માટે એના આછા પણ ખ્યાલ વિના માત્ર મધ્યક પર જ મન કેન્દ્રિત બને. એવું આખરે એક પરમાણુ પર મનને સ્થિર કરે, ત્યાં એ ખ્યાલ નહિ કે “આ પરમાણુ આજુબાજુના ૨-૪–૫.૧૦૦ સંખ્યાતા કે અનંત અણુઓની વચ્ચે યા છેડે રહે છે. ના, એ બધા તે સંકેચનમાં બાદ થઈ ગયા તે થઈ બયા, હવે તે માત્ર એક એકસ પરમાણુ ઉપર મન ફિફસ થઈ ગયું, એંટી ગયું. એમાં ય એના વર્ણ–રસ-ગેધાદિ પર્યામાં એક પર્યાય પરથી બીજા પર્યાય પર મન જતું હોય તેને ય સકેચી માત્ર એક પર્યાય પર મન કેન્દ્રિત કરે. આ તે કલ્પના માત્ર છે, બાકી ખરેખર તે સંકેચનપ્રક્રિયા એના અનુભવી જાણે.) - પ્રવે- આમ અણુ પર મનને કેન્દ્રિત કરવાનું તે ચૌદપૂર્વ મહર્ષિ છે. કરી શકે છે તે શું બધા ચૌદપૂવીને શુકલધ્યાન દ્વારા કેવળજ્ઞાન થાય છે? - ઉ૦-આ ધ્યાન એકલા ચિંતનની વસ્તુ નથી. અહીં પહેલાં કહ્યું છે કે આમાં ક્ષમાદિનું આલંબન હેાય છે એના આલંબને અર્થાત્ એને આધાર રાખીને શુકલધ્યાનમાં ચઢાય છે. એટલે જેમ જેમ એ ક્રોધ-લેભાદિ કષાયેનો ત્યાગ વધુ ને વધુ પ્રબળ બને, વધુ ને વધુ સૂમ પણ કષાયને ત્યાગ થતો આવે, તેમ તેમ આલંબન જોરદાર કર્યું ગણાય; અને એ મનને શુફલધ્યાનમાં આગળ આગળ વધારનારું બને. બધા જ ચૌદ પૂર્વમાં આ સામર્થ્ય ન હોય, તેથી એ બધા જ કાંઈ એમ શુકલધ્યાનમાં આગળ વધીને વીતરાગ સાર્વજ્ઞ ન બને. કામાદિનું એવું આલંબન