Book Title: Dhyan Shatak
Author(s): Jinbhadra Gani, Bhanuvijay
Publisher: Divyadarshan Karyalay

View full book text
Previous | Next

Page 326
________________ ધ્યાન અર્થાત થકુલધ્યાનીના લિંગ કયા કયા, એ દરેક કેટલા પ્રમાણમાં યાને કેટલી ઊંચી કક્ષાવાળા, તથા એ લિંગનું સ્વરૂપ કેવું કેવું, અને એના ગુણ શા, પ્રભાવ છે? એ બતાવવા કહે છે,વિવેચનઃ-શુકુલધ્યાનના ૪ લિંગ:- શુકલધ્યાનમાં ચિત્ત લાગ્યું હોય એવા મુનિને ઓળખાવનાર ચાર લિંગ હોય છે,-અવધ, અસંમેહ, વિવેક અને વ્યુત્સર્ગ. અવધ”એટલે અચલતા, “અસંમોહ” એટલે મુંઝવણ-વ્યામોહ નહિ, “વિવેક એટલે પૃથક્તાનું ભાન, વ્યુત્સર્ગ” એટલે ત્યાગ. પિતાને ગુફલધ્યાન હોવાનું આ ચાર લિંગ-લક્ષણ પરથી ખબર પડે. ચારનું સ્વરૂપ આ પ્રમાણે,– (૧) અવધા–ધીર યાને બુદ્ધિમાન યા સ્થિર શુકલ ધ્યાની મુનિ, ગમે તેવા સુધા-પિપાસા-શીત–ઉષ્ણ વગેરે પરીસહ સહવાના આવે કે કેઈ દેવાદિ તરફથી મરણાન્ત સુધીના ઉપસર્ગ–ઉપદ્રવ આવે તો પણ, જરા ય ચલાયમાન થતા નથી, ધ્યાનભંગ નથી કરતા, કે બીતા નથી, ભય પામતા નથી. એટલી બધી નિડરતા અને અડગતા શુકલધ્યાન વખતે હોય છે. આ અવધ” લિંગ. (૨) અસંમેહ –શુકલધ્યાન વખતે “પૂવગત સૂક્ષ્મ પદાર્થ પર એકાગ્રતા હોય છે, તે ત્યાં એ ગમે તેટલે ગહન પદાર્થ હોય, છતાં ચિત્ત વ્યામોહમાં નથી પડતું કે “આ આમ કેમ હેય?” વગેરે. એટલા બધા પ્રમાદ રહિત અને શ્રદ્ધાસંપન્ન એ હોય છે. વળી અનેક પ્રકારની દેવમાયા આવે, પરીક્ષા

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346