________________
ધર્મધ્યાન
૨૪૩ છે. એકલા જ નરકાદિ ગતિએામાં જવું પડે ને એકલા જ શુભ અશુભ કર્મ બાંધવા–ભેગવવા પડે છે, તે પછી સ્વાત્માનું શાશ્વતકાળનું હિત પણ એકલાએ જ સાધવું જોઈએ. જેમ જનમવા-મરવા વગેરેમાં કેઈના સહારાની આશા રાખવી નિષ્ફળ છે, એમ સ્વાત્મહિત સાધનામાં પણ બીજાની આશા રાખવી નકામી છે. કમ ભેગવવામાં એકલા પડવું પડે, એકલા પડી શકાય, તો આત્મહિતની સાધનામાં એકલા ન પડી શકાય?
(૪) અન્યત્વ ભાવનામાં એ ચિંતવવું કે –“હું સ્વજન કુટુંબીઓથી નિરાળ છું, એમ પરિવારથી, વૈભવથી તથા કાયાથી ભિન્ન છું. એ ખરેખર હું નથી, તેમ એ ખરેખર મારા નથી, યાને મારી કે મારા તાબાની ચીજ નથી. તે પછી મારે એમાંના કેઈન વિગ થાય કે એમાં વાંકુ ચુંકુ થાય, એમાં શોક–ખેદ શા સારુ કરે જોઈએ? જેમ ક્યાંક કોઈને છોકરો મરે એ મારે નથી તે હું તે નથી, શેકમાં મગ્ન થતો નથી. તે પછી મારે માનેલે ય ખરેખર તો મારે નથી તે હું એના મરવા પર શા માટે શેક કરું? જે સ્વજન–શરીરાદિ મારાથી તદ્દન અન્ય ન હોય તો મર્યો એ બધું છોડી કેમ મારે એકલાને જવું પડે? માટે હું એનાથી તદન અન્ય જ છું.” આમ અન્યત્વની મતિ જેને નિશ્ચલ થઈ એને શેકરૂપી કળિયુગ વળગતે નથી, પીડત નથી, ભગવાન શ્રી કષભદેવ પ્રભુને કેવળજ્ઞાન થયે મરુદેવામાતા પુત્રને જોવા આવ્યા, ત્યાં ૧૦૦૦ વર્ષના વિયાગ પછી પુત્ર બોલાવતે નથી એને શેક ઊભરાઈ આવ્યું, પરંતુ ત્યાં જ એ અન્યત્વ ભાવનામાં ચઢતાં કેવળજ્ઞાન પામ્યા.