________________
આધ્યાન
૪૯
कावोय-नील-कालालेस्साओ नाइस किलिट्ठाओ।
अट्टज्झाणोवगयस्त कम्मपरिणामजणियाओ॥१४॥
અર્થ :–આર્તધ્યાન કરનારને અતિ સંકલિષ્ટ નહિ એવી કાત-નીલ-કૃષ્ણ લેશ્યાઓ હોય છે, તે લેશ્યા કર્મપરિણામથી ઉત્પન્ન થાય છે, તિર્યંચગતિ એ સંસાર જ છે. બીજાઓ એમ વ્યાખ્યા કરે છે કે તિર્યંચગતિમાં ઘણું જીવો છે., સંસારી જીને મોટે ભાગ એટલે કે અનંતાનંત જી તિર્યંચગતિની એકેન્દ્રિય સાધારણ વનસ્પતિકાયમાં છે, અને એની કાયસ્થિતિ બહુ લાંબી; અર્થાત્ એ જીવોને એવી ને એવી એકેન્દ્રિય કાયામાં સતત જનમવા-મરવાને કાળ બહુ છે, અનંતી ઉત્સર્પિણું–અવસર્પિણું છે. એટલે અહીં માત્ર તિર્યંચગતિમાં “સંસાર” શબ્દને ઉપચાર કર્યો. આમ તે સંસાર ચાર ગતિને; કિંતુ અહીં ઉપચારથી કહ્યું કે આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ એટલે કે સંસારનું કારણ છે.
આર્તધ્યાનમાં લેશ્યા હવે આર્તધ્યાન કરનારને વેશ્યા કઈ તે કહે છે,
વિવેચન –લેશ્યા એ મનવચન-કાયાના યુગના કાળે તેવા તેવા કૃષ્ણ નીલ આદિ દ્રવ્યના સહારે થતે આત્મ–પરિણામ છે. સરાગ જીવને એ પ્રશસ્ત-અપ્રશસ્ત કષાયમાં બળ આપે છે. ધન્ના-શાલિભદ્ર મુનિને તપ–સંયમના રાગમાં ઊંચી તેજે–પદ્મશુકલ-લેસ્થાનું બળ રહેતું તેથી ઉચ્ચ ભાલાસને અનુભવ કરતા.
આ વેશ્યા બે જાતની–૧. દ્રવ્યલેશ્યા, ૨. ભાવલેશ્યા, જીવની વેશ્યા કૃષ્ણ-નીલ-કાપિત તેજે-પદ્ય-શુકલ વર્ણ સ્વરૂપ
આ-૪