________________
ધર્મધ્યાન
૧૧)
ત્યારે આયુષ્ય વહેલું પૂર્ણ થયે ઉન્નતિ સાધક સાધનાને અધુરી રહી જવાને ભય પણ નકામે છે; કેમકે (૧) એવા ભયથી કશું સુધરતું તે નથી બલકે ભાવના ભયથી પકડાયેલું મન વર્તન માન સાધનામાં જોરદાર પકડાતું નથી. (૨) વળી કદાચ આયુષ્ય વહેલું પુરૂં થઈ સાધના અધુરી રહી તે ય શું બગડયું? એમ તે થોડું વધુ જીવીને ય સાધના થેડી જ વીતરાગતા પમાડી પૂર્ણ થવાની હતી? અધુરી તો રહેત જ. હા, થોડી વધુ સાધના થાત. પરંતુ આમાં પણ એ જોવા જેવું છે કે જેના શાસનમાં વિશેષ મહત્વ આભ્યન્તર સાધનાનું અને સાધનાના પ્રમાણ કરતાં સાધનાના જેસ–ગ-તન્મયતાનું છે. એમ મહત્તવ અંતિમ કાળની સાધનાનું છે. એટલે થોડા કાળની પણ સાધના આભ્યાન્તર પરિણતિથી જેસિલી જોરદાર બની જાય એ મહત્વનું છે, ને તે બીજા ત્રીજા ભય ન રખાય તો બને. એથી જ અંતિમકાળે પણ સાધનામાં મન તન્મય થઈ જતાં ઉચ્ચ ફળ મળે છે, જેથી આગળના ભાવે વિશેષ ઊંચી સાધના પ્રાપ્ત થાય છે. આ વિચારી સાધના અધુરી રહેવાને ભય પણ ન રાખ.
ત્યારે સાધનામાં ક્યારેક પાછા પડાય તો? એ ભય પણ નકામે છે. કેમકે એ ભયમાં આત્મવિશ્વાસની અને પિતાના સવની દુર્બળતા સાબિત થાય છે. જે મજબૂત આત્મવિશ્વાસ હોય, તે મનને એમ રહે કે “મેં સમજીને સાધના પકડી છે, એટલે એ તે મારે અસ્થિમજજા રંગાઈ ગઈ છે, એમાં પછી પાછું પડવાની વાતે ય શી?” એમ સત્વ સારું વિકસેલું