________________
ધ્યાનશતક
કર્મોનું જે (આલેચના-પ્રાયશ્ચિત્ત દ્વારા) પ્રતિકમણ ન કર્યું તે તે કમેનો ખરેખર ભેગવ્યાથી જ છુટકારો થાય, ભગવ્યા વિના કે તપથી ખપાવ્યા વિના નહિ. જીવન જીવતાં ૪ સાવધાનીઃ
મુનિ આ સૂત્રના અનુસાર આ જન્મ અંગે બે અને જન્માન્તર અંગે બે, એમ ચાર સાવધાની રાખે છે.
૧. મન-વચન-કાયાની અસપ્રવૃત્તિથી બચવું, જેથી અશુભ કર્મબંધ–સંક્રમાદિ અને કુસંકરણથી બચી જવાય.
૨. થઈ જતી અસપ્રવૃત્તિના પશ્ચાત્તાપ–આલેચનાપ્રાયશ્ચિત્ત દ્વારા પ્રતિક્રમણ કરવું યાને પાપથી પાછા હટી જવું. - ૩. પૂર્વ જન્મનાં અશુભ કર્મના ઉદયે આવી પડતી પીડાઓને સમભાવે પ્રસન્નતાથી ભોગવવી.
૪. પૂર્વબદ્ધ કર્મના ક્ષય અથે બાહ્ય-આભ્યન્તર તપમાં રક્ત રહેવું. પીડા વખતે શુભ વિચારણું - આ સાવધાનીઓ રાખે એમાં આર્તધ્યાન થવાને અવકાશ જ ક્યાં છે? સહવાનું આવે ત્યાં (૧) શુદ્ધ આત્મવસ્તુ, (૨) કર્મવસ્તુ તથા (૩) બાહ્ય નિમિત્ત–વસ્તુનાં સાચાં વરૂપ પર બરાબર દષ્ટિ છે; પછી એ પીડા–વેદનામાં અસમાધિ કે અસ્વસ્થ ચિત્ત થવાને કોઈ કારણ નથી. એ સમજે છે કે –
(૧) પીડામાં આત્માનાં શુદ્ધ સ્વરૂપમાં કાંઈ જ બગડતું નથી તેમ જ પૂર્વને દુષ્કૃતકારી અપરાધી બનેલ આત્મા દંડ ભેગવી લે એ જ ચગ્ય છે. એમાં નારાજી શી?